વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
૧૦૦ થી વધુ દર્દીઓની વિનામૂલ્યે સંપૂર્ણ આયુર્વેદ પદ્ધતિથી સારવાર આપવામાં આવી…
નિયામક આયુષની કચેરી ગાંધીનગર તથા નવસારી જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડો.કાજલ મઢીકરના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનું-તવડી દ્વારા તાજેતરમાં જલાલપોર તાલુકાના ભિનાર ગામે આયુષ નિદાન સારવાર કેમ્પનુ આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં ભિનાર ગામ તેમજ તેની આજુબાજુના ગામડામાંથી આવેલા લગભગ ૧૦૦ થી વધુ દર્દીઓની વિનામૂલ્યે આરોગ્ય તપાસ કરી સંપૂર્ણ આયુર્વેદ પદ્ધતિથી સારવાર આપવામાં આવી હતી. કેમ્પમાં ડો ખ્યાતિ પટેલ, ડો રાજેશભાઇ માણિયા તેમજ સેવક સ્ટાફ અને યોગ શિક્ષકોએ સેવા આપી હતી. દર્દીના પ્રતિભાવોને ધ્યાને રાખી હવેથી ભિનાર ગામે દર બીજા અને ચોથા શનિવારના રોજ વિનામૂલ્યે આયુર્વેદિક ઓ.પી.ડી ની સેવાઓ આપવામાં આવશે એમ જિલ્લા આયુર્વેદ અધિકારી જિલ્લા પંચાયત નવસારી દ્વારા જણાવાયું છે.