GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલની વૃંદાવન સોસાયટીમાં ઘર આંગણે લોક કરી મૂકેલી મોટરસાયકલ ની ચોરી થતા કાલોલ પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ.

 

તારીખ ૧૬/૦૯/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

નિખિલકુમાર ગોવિંદભાઈ પરમાર દ્વારા નોંધાવેલી ફરિયાદ ની વિગતો જોતા મસવાડ જીઆઇડીસીમાં તેઓ નોકરી કરતા હોય તેઓના ઉપયોગ માટે તેઓએ હોન્ડા સાઈન મોટરસાયકલ પાંચેક વર્ષ પહેલા ખરીદી હતી. ગત તારીખ 2/09/25 ના રોજ તેઓ જમી પરવારી પોતાના ઘરે સુઈ ગયા ત્યારે ઘર આંગણે મોટા સાયકલ લોક કરી મૂકી હતી બીજે દિવસે સવારે મોટરસાયકલ જોવા મળી ન હતી તેઓએ આસપાસ તપાસ કરતા મોટરસાયકલ ક્યાંય પણ મળી આવેલ ન હતી જે બાબતે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ₹35,000 ની કિંમતની મોટરસાયકલની ચોરી અંગે અજાણ્યા ચોર ઈસમ સામે મોટરસાયકલનુ લોક કોઈ પણ રીતે તોડી, ખોલી ચોરી કરવા અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!