GUJARATKUTCHNAKHATRANA

લખપત તાલુકાના રોડાસર ગામે સસલાનો ગેરકાયદે શિકાર કરતાં ત્રણ આરોપી ઝડપાયા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

નખત્રાણા,તા-૧૬ સપ્ટેમ્બર : દયાપર ઉત્તર રેન્જના નારાયણ સરોવર રાઉન્ડ ક્ષેત્રમાં દયાપર ઉત્તર તથા દયાપર દક્ષિણ રેન્ જના સંયુક્ત રાત્રિ પેટ્રોલીંગ દરમિયાન મોજે રોડાસર તા-લખપત, જીલ્લો-કચ્છ ગામેથી વન્યપ્રાણી સસલું નંગ-૧ ના શિકાર કરવા બાબત ત્રણ ઇસમો ઝડપાયેલ. આરોપીના નામ,આમદ અબદુલ્લા જત,રહે-રોડાસર તા-લખપત,(૨). ઇબ્રાહિમ મુબારક જત રહે-રોડાસર તા-લખપત જિલ્લો-કચ્છ,(૩).મુબારક ઈસ્માઈલ જત રહે-રોડાસર તા-લખપત જિલ્લો-કચ્છ.

જેઓની પાસેથી અટક કરેલ મુદ્દા માલ મૃત સસલું જીવ -૧, હીરો હોંડા કંપનીની મોટર સાયકલ નંગ-૧, હાથ બેટરી નંગ-૩, ચપ્પુ નંગ-૧ તથા મોબાઈલ નંગ-૧ કબજે કરી તેઓની સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ની મુજબનો ગુનો દાખલ કરી આરોપીઓની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. કલમ – ૯,૩૯,૫૦,૫૧,૫૨.

Back to top button
error: Content is protected !!