GUJARAT

વ્યાજદર કાપ ૨૦૨૫માં મુશ્કેલ, મોંઘવારી ૨% પાર…!!

એસબીઆઈ રિસર્ચે જણાવ્યું છે કે ઑક્ટોબરમાં વ્યાજદર કાપવાની સંભાવના નથી, કારણ કે ઑગસ્ટ ૨૦૨૫માં ભારતનો રિટેલ મોંઘવારી દર (CPI) થોડોક વધી ૨.૦૭% પર પહોંચ્યો છે. ડિસેમ્બર સુધીમાં પણ કાપની શક્યતા નબળી છે, જો કે પ્રથમ બે ત્રિમાસિકમાં વૃદ્ધિના આંકડા સુધરે તો જ શક્યતા ઊભી થઈ શકે.

અહેવાલ મુજબ તાજેતરમાં ૨૯૫ જેટલા જરૂરી ઉપકરણો પર GST ૧૨% થી ઘટાડી ૫% અથવા શૂન્ય કરવામાં આવ્યો છે. જેના કારણે FY૨૬માં મોંઘવારીમાં ૨૫ – ૩૦ બેસિસ પોઇન્ટ જેટલો ઘટાડો થઈ શકે છે. સાથે સેવાઓ પર કરમાં ઘટાડો થવાથી વધારાના ૪૦ – ૪૫ બેસિસ પોઇન્ટનો ઘટાડો થઈ શકે છે. કુલ મળીને FY૨૬ – ૨૭માં CPI મોંઘવારી ૬૫–૭૫ બેસિસ પોઇન્ટ સુધી નરમાઈ શકે છે.

ખાદ્યપદાર્થોના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો છે. માંસ અને માછલી ૧.૪૮% વધ્યાં, તેલ અને ચરબીમાં ૨૧.૨૪%નો જોરદાર ઉછાળો આવ્યો, જ્યારે શાકભાજી હજુ –૧૫.૯૨% સાથે નકારાત્મક રહી. કોર ઇન્ફ્લેશન ૪.૧૬% પર પહોંચ્યું. ગ્રામ્ય મોંઘવારી ૧.૬૯% અને શહેરી મોંઘવારી ૨.૪૭% થઈ.

રાજ્યોમાં ૩૫માંથી ૨૬ રાજ્યોમાં મોંઘવારી ૪%થી ઓછી રહી, જ્યારે કેરળ અને લક્ષદ્વીપમાં ૬%થી વધુ નોંધાઈ. બીજી બાજુ, ખારીફ વાવેતર ગયા વર્ષ કરતા ૨.૫% વધારે થયું છે, પરંતુ ભારે વરસાદ પાકની ઉપજને જોખમમાં મૂકી શકે છે.

Back to top button
error: Content is protected !!