સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ, દેડિયાપાડા ખાતે “વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરાઈ
તાહિર મેમણ – ડેડીયાપાડા – 16/09/2025 – સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ, દેડિયાપાડામાં કૉલેજના આચાર્ય શ્રી ડૉ. અનિલાબેન કે. પટેલની અધ્યક્ષતામાં તા. ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૫ શનિવારના રોજ વિશ્વ આદિવાસી અધિકાર દિવસ અને હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં કૉલેજના આચાર્ય ડૉ. અનિલાબેન કે. પટેલ, ડૉ. રમેશભાઈ કે. વસાવા, કૉલેજના ગ્રંથપાલ શ્રી સંજયભાઈ પરમાર અને ગૌરવકુમાર ગોયેલ સહિતના વક્તાઓ હાજર રહ્યા હતાં. તેમણે આદિવાસી અધિકાર દિવસ અને હિન્દી દિવસના અવસર પર હિન્દી ભાષાની વર્તમાન સ્થિતિ અને ભવિષ્યમાં વિશ્વમાં તેના મહત્વ વિશે વિસ્તૃત માહિતી પ્રદાન કરી હતી.
કાર્યક્રમમાં ખાસ કરીને આદિવાસીઓના જળ, જંગલ અને જમીનના અધિકારો તથા સંઘર્ષ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર તથા જાગૃત કરાયો હતો. કાર્યક્રમમાં કૉલેજમાં અભ્યાસ કરતા ૧૨૨ વિદ્યાર્થીઓ તેમજ કૉલેજના તમામ અધ્યાપકો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવવા તેમનો સહયોગ મળ્યો હતો. હિંદી વિભાગના પ્રાધ્યાપક ડૉ. સુરતનભાઈ વસાવાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.