કાલોલની દેલોલ હાઈસ્કૂલમાં સાંસદ અને ધારાસભ્ય ની હાજરીમાં “નમો કે નામ રક્તદાન”કાર્યક્રમ અંતર્ગત રકતદાન કેમ્પ યોજાયો.
તારીખ ૧૬/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
સિંદુરની સફળતા અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગ રૂપે નમો કે નામ રક્તદાન કાર્યક્રમનું આયોજન કાલોલ તાલુકા ના દેલોલ ખાતે એમ.એમ.એસ.વિદ્યામંદિર ખાતે ઓપરેશન સિંદૂરની સફળતા અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગોધરા ના સહયોગ થી આયોજિત રક્તદાન કેમ્પમાં પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ અને કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ઉપસ્થિત રહીને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા જ્યાં કાર્યક્રમ ના મંડળ પ્રમુખ મહિદિપસિંહ ગોહિલ અને માજી પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહીલ તથા એપીએમસીના ચેરમેન ધર્મેન્દ્રસિંહ તેમજ દેલોલ હાઈસ્કૂલના મંડળ પ્રમુખ અશોકભાઈ પટેલ સહિત દેલોલ ગામના સરપંચ સહિત આજુબાજુ ગામના સરપંચો ઉપસ્થિત રહી રાષ્ટ્રના જરૂરિયાત મંદો જેવા કે સગર્ભા માતાઓ, કેન્સરના દર્દીઓ, હિમોફિલીયાના દર્દીઓ, અકસ્માતમાં ઘાયલ દર્દીઓ, ઓપરેશનના દર્દીઓ, થેલેસેમિયાના દર્દીઓ વગેરેના લોહીની જરૂરિયાતમાં મદદરૂપ થઈ સેવા કરવાની ઉમદા ભાવનાથી કેમ્પમાં ૮૨ યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતુ જ્યાં રક્તદાતાઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.