અરવલ્લી જીલ્લાના મોડાસા ટાઉન પો.સ્ટે.ના ચેઇન સ્નેચીંગ લુંટના ગુનાના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી લુંટનો ગુનો ડીટેક્ટ કરતી સાબરકાંઠા એસ.ઓ.જી.
અહેવાલ:- પ્રતિક ભોઈ
અરવલ્લી જીલ્લાના મોડાસા ટાઉન પો.સ્ટે.ના ચેઇન સ્નેચીંગ લુંટના ગુનાના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી લુંટનો ગુનો ડીટેક્ટ કરતી સાબરકાંઠા એસ.ઓ.જી.
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબનાઓએ એ.ટી.એસ. ચાર્ટર લગત કામગીરી કરવા તથા મિલ્કત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા તથા નાશતા ફરતા આરોપી પકડી પાડવા સૂચના કરેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ સાહેબનાઓએ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી સ્મિત ગોહિલ સાહેબનાઓએ કામગીરી કરવા સૂચના કરેલ જે સુચના અન્વયે શ્રી.ડી.સી.સાકરીયા, પો.ઇન્સ. એસ.ઓ.જી, સાબરકાંઠા નાઓની સુચના મુજબ એસ.ઓ.જી.સ્ટાફ એ.ટી.એસ.ચાર્ટર બગત કામગીરી અન્વયે હિંમતનગર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો દરમ્યાન સાથેના અહે.કોન્સ. ભાવિનકુમાર રસિકલાલ બ.નં. ૪૮૧ તથા આ પો.કોન્સ ભાવેશકુમાર પશાભાઇ બ.નં. ૯૦ નાઓને સંયુક્ત ખાનગી બાતમી હકિક્ત મળેલ કે, એક ઇસમ ચાલતો ચાલતો પ્રતાપગઢ પેટ્રોલ પંપ તરફથી ઇડર જતા હાઇ વે રોડ ઉપર તુટેલો સોનાનો દોરો લઇ શંકાસ્પદ હાલતમાં વેચાણ આપવા જઈ રહેલ છે. જેને શરીરે વાદળી કલરનું જીન્સ પેન્ટ તથા આસમાની કલરનો ચોકડી વાળો શર્ટ પહેરેલ છે.વિગેરે બાતમી હકિક્ત અન્વયે તાત્કાલીક સુંદરી જગ્યાએ જઈ તપાસ કરતાં નીચે જણાવેલ આરોપીના અંગ કબજામાંથી તુટેલો સોનાનો દોરો વજન બાશરે ૧૨ ગ્રામ કિંમત રૂપિયા. ૧,૨૦,૦૦૦/-ના શંકાસ્પદ મુદ્દામાલ સાથે મળી આવતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૦૬ મુજબ કબજે લઇ સદરી આરોપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૫(૧) (ઇ) મુજબ અટક કરી ઉંડાણપુર્વકની પુછપરછ કરતાં સદરહુ તુટેલો સોનાનો દોરો સદરી આરોપી તથા તેનો મિત્ર મોટર સાયકલ લઇ તા.૧૧/૦૯/૨૦૨૫ ના રોજ મોડાસા ખાતેથી એક બહેનના ગળામાંથી ખેંચી લીધેલાનું જણાવતાં સદર ચેઇન સ્નેચીંગ લુંટના બનાવ બાબતે અરવલ્લી જીલ્લાના મોડાસા ટાઉન પો.સ્ટે. તપાસ કરતાં મોડાસા ટાઉન પોસટે. ચેઇન સ્નેચીંગ લુંટનો ગુની દાખલ થયેલાનું જણાઇ આવતાં ચેઇન સ્નેચીંગ લૂંટનો અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરી આગળની કાર્યવાહી સારૂ મુથામાલ તથા આરોપીઓ હિંમતનગર બી ડીવિજન પોલીસ સ્ટેશન ખાતે સુપરત કરવામાં આવેલ છે.
ડીટેક્ટ કરેલ ગુનો
અરવલ્લી જીલ્લામાં મોડાસા ટાઉન પો.સ્ટે, તપાસ કરતાં મોડાસા ટાઉન પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૮૮૦૦૯૨ ૫૦૮૨૬/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા કલમ-૩૦૪ (૨)
કબજે કરેલ મુણમાલ
સોનાનો દોરો ખાશરે વજન-૧૨ ગ્રામ કિ.રૂ. ૧,૨૦,000/-
આરોપીના નામ
કનુભાઇ ઉર્ફે કનીયો રામાભાઈ સોલકી ઉ.વ.-૪૫ ધંધી- કડીયાકામ રહે. હેકર તા હિંમતનગર જી.સાબરકાંઠા અગાઉ રહે ખોડાવાળી ચાલી નં-૨ અશોકમીલની સામે ખોડીયાર માતાના મંદીર પાસે નરોડા, નરોડા અમદાવાદ શહેર
આરોપીનો ગુનાહિત ઇતિહાસ
(૧) અમદાવાદ શહેર ખાડીયા પો.સ્ટે. ફ.ગુ.ર.નં-૦૦૧૫/૨૦૧૫ ઇ.પી.કો કલમ ૩૭૯
(૨) અમદાવાદ શહેર પાટલોડીયા પોરસ્ટે. ફ.ગુ.ર.નં.૦૧૩૨/૨૦૧૫ ઇ.પી.કો કલમ ૩૭૯
(3) સુરત શહેર ડીંડોલી પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૨૧૦૦૫૬૨૩૨૩૬૨/૨૦૨૩ ઇ.પી.કો કલમ-૩૭૯
(૪) વડોદરા શહેર ફતેહગજ પો.સ્ટે પાર્ટ એ. ગુ.ર.નં. ૧૧૧૯૬૦૧૨૨૪૦૦૫૪/૨૦૨૪ ઇ.પી.કો કલમ-૩૭૯
પકડવાનો બાકી આરોપી
પ્રભુભાઇ ઉર્ફે પ્રકાશભાઇ જીવાભાઇ મીણા રહે. દારા ફલા, ખોજાવાળા તા.ખેરવાડા જી ઉદેપુર રાજસ્થાન
કામગીરી કરનાર અધિકારી કર્મચારી-
શ્રી.કે.યુ.ચૌધરી,પો.સ.ઈ.એસ.ઓ.જી.તથા અ.હે.કોન્સ ભાવિનકુમાર તથા આ.હે.કોન્સ. કિરીટસિંહ તથા આ.પો.કોન્સ.
ભાવેશકુમાર તથા અ.પો.કોન્સ. પંકજકુમાર તથા આ.લો.૨.નિલેશકુમાર