GUJARATMULISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

મુળીના દુધઇ ગામે સફેદ માટેનું ખનન કરનાર પોલીસ કર્મી વિરુદ્ધ કાર્યવાહીની માંગ

મોરબીના પોલીસ કર્મચારી અજીતસિંહ ડાભી વિરુધ નામજોગ લેખિત રજૂઆત

તા.22/05/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

મોરબીના પોલીસ કર્મચારી અજીતસિંહ ડાભી વિરુધ નામજોગ લેખિત રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ માફિયાઓને બદલે હવે પોલીસ કર્મચારીઓ જ ગેરકાયદેસર ખનનનો ધંધો ચલાવતા હોવાનું સામે આવ્યું છે જેમાં અગાઉ દુધઈ ગામના સરકારી જમીન પર સફેદ માટીનું ગેરકાયદેસર ખનન ચાલતું હતું જે અંગે જાગૃત નાગરિક દ્વારા રજૂઆત કરતા મૂળ કળમાદ ગામના અને મોરબી જિલ્લાના વાંકાનેર ડીવાયએસપી કચેરીમાં ફરજ નિભાવતા અજીતસિંહ ડાભી દ્વારા જાગૃત નાગરિકને ટેલીફોનીક વાતચીત કરી પોતે જ સફેદ માટીનું ખનન કરતા હોવાનું અને પોતાના અન્ય સગા સબંધીઓ ખાણ ખનિજ વિભાગ અને પોલીસમાં હોવાની ધોસ જમાવી હતી હવે દુધઈ ગ્રામ પંચાયત દ્વારા સરકારી જમીન પર સફેદ માટીનું ગેરકાયદેસર ખનન કરનાર આ પોલીસ કર્મચારી અજીતસિંહ ડાભી અને સરકારી જમીન પાસે આવેલ વાડી માલિક સામે નામજોગ ગ્રામ પંચાયતના લેટર પેડ પર દંડાત્મક કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે દુધઈ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે દુધઈ ગામના સરકારી જમીન પર સફેદ માટીનું ખનન કરતા વાંકાનેર પોલીસ પોલીસમાં ફરજ નિભાવતા અજીતસિંહ ડાભી અને પાસે આવેલી માલિકીની જમીન ધરાવતા વજાભાઈ રાજપૂત દ્વારા ૫૦૦ ડમ્ફરમાં આશરે બે હજાર ટન સફેદ માટીનું ખનન કરી મોરબીના સિરામિક ઉધોગમાં લઈ જવામાં આવી છે જેથી આ ખોદકામ વાળા સ્થળ પર માપણી કરી સફેદ માટીનું ખનન કરનાર ઈસમો વિરુધ દંડાત્મક કાર્યવાહી કરવાની માંગ કરી છે ત્યારે ઉલ્લેખનીય છે કે આગાઉ પણ આ સરકારી જગ્યા પર સફેદ માટીનું ખનન થતું હતું અને આશરે ચારેક મહિના આગાઉ સુરેન્દ્રનગર જિલ્લાના ખાન ખનિજ વિભાગે રૂપિયા પાચ લાખથી વધુનો દંડ પણ ફટકાર્યો હતો છતાંય પોતે પોલીસમાં ફરજ નિભાવતા હોવાના લીધે અજીતસિંહ ડાભીને કાયદાનો કોઈ ડર રાખ્યા વગર ગેરકાયદેસર ખનન કરી રહ્યા હોવાથી હવે આ પોલીસ કર્મચારી વિરુધ કેવા પ્રકારના પગલા ભરાય છે તે જોવું રહ્યું ?

Back to top button
error: Content is protected !!