MALIYA (Miyana:માળીયા નજીક નેશનલ હાઈવે પરથી ક્રૂર રીતે બોલેરોમા લઈ જવાતાં 9 પશુઓ સાથે બે શખ્સો ઝડપાયા
MALIYA (Miyana:માળીયા નજીક નેશનલ હાઈવે પરથી ક્રૂર રીતે બોલેરોમા લઈ જવાતાં 9 પશુઓ સાથે બે શખ્સો ઝડપાયા
માળીયા મીયાણા ત્રણ રસ્તે નેશનલ હાઇવે રોડ પરથી બોલેરો ગાડીમાં ક્રુરતાપૂર્વક ભરીને લઈ જવાતા ૦૯ પશુઓને બચાવી બે શખ્સોને માળિયા મીંયાણા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકા પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યા માળિયા મીયાણા ત્રણ રસ્તે નેશનલ હાઇવે રોડ પર વોચ ગોઠવી તપાસ હાથ ધરતા આરોપીઓએ પોતાના હવાલાવાળી મહીન્દ્રા કંપનીની બોલેરો ગાડી રજીસ્ટર નંબર જીજે-૧૨-સીટી-૩૨૭૮ વાળીના ઠાઠામા ક્રુરતાપૂર્વક ભરેલ પશુ નંગ -૦૯ કિં રૂ. ૨૭,૦૦૦ તથા બોલેરો ગાડી કિં રૂ.૪,૦૦,૦૦૦ ગણી કુલ કિં રૂ. ૪,૨૭,૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી કરીમ મામદઅલી જત (ઉ.વ.૨૭) ડ્રાઇવીંગ તથા વાહેબ મામધહસન જત (ઉ.વ.૩૧) રહે બંને નાના સરાડા,ભગાડીયો, તા. ભુજ જી. કચ્છવાળાને ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ પશુ પ્રત્યે ક્રુરતા પ્રતિબંધ અધીનીયમની ૧૯૬૦ ની કલમ ૧૧(૧)(ડી),(ઈ),(એફ) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.