વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે કલરવ સેવા ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતા કર્મીઓનું સન્માન
તા.17/09/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના અલ્ટ્રા વિઝન સર્કલ ખાતે વિકાસ પંથને સ્વચ્છતાના પ્રહરી અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે, કલરવ સેવા ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતા કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સ્વચ્છતા કર્મીઓને સુંદર સાડીઓની ભેટ આપી તેમનો સ્વચ્છતા પ્રત્યેનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં કલરવ સેવા ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતા કર્મીઓને સુરેન્દ્રનગરને ‘સુંદરનગર’ બનાવવામાં તેમના અમૂલ્ય યોગદાનની સરાહના કરવામાં આવી અને તેમની ભૂમિકાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું આ પ્રસંગે કલરવ સેવા ટ્રસ્ટના પ્રમુખ દેવયાનીબેન રાવલ, ડો.નરેન્દ્ર રાવલ, ભાવનાબેન, વિભૂતિબેન, ગીતાબેન, હેતલબેન, અલ્પાબેન સહિત ટ્રસ્ટના અન્ય સભ્યો તથા મહાનગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દ્વારા સ્વચ્છતા કર્મીઓના સમર્પણ અને સેવાને બિરદાવવામાં આવ્યું હતું જે સુરેન્દ્રનગરને સ્વચ્છ અને સુંદર બનાવવાના પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ પગલું છે.