રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
મુંદરા મૈત્રીસાર્થ દ્વારા પ્રધાનમંત્રીના 75માં જન્મદિવસની ઉજવણી: સરકારી સહાય અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
મુંદરા, તા. 17 : દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 75માં જન્મદિવસ નિમિત્તે મુંદરા મૈત્રીસાર્થ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મૈત્રીસાર્થના સ્થાપક અને મુન્દ્રા-બારોઈ નગરપાલિકાના ચેરપર્સન ઊર્મિલાબેન ગઢવીના માર્ગદર્શન હેઠળ આ પ્રસંગે ‘સરકારી સહાય યોજના કેમ્પ’ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવાનો હતો. કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ ભાગ લીધો હતો અને જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું. આ ઉપરાંત ‘અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ’ના સહયોગથી સિંદૂરના રોપાનું વિતરણ અને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. જે પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની સંસ્થાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ પ્રસંગે મુંદરા નગરપાલિકાના અધ્યક્ષા રચનાબેન પ્રણવભાઈ જોશી, મુંદરાના મામલતદાર કલ્પનાબેન ગોધિયા, મુંદરા શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ પટેલ, નગરસેવકો, પાર્ટીના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મૈત્રીસાર્થના માલિનીબેન ગોરના સંયોજન હેઠળ તમામ બહેનોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
(વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : પુજા ઠક્કર, 9426244508, ptindia112@gmail.com)