સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા હિંમતનગર ખાતે દાતાશ્રી હિતેશભાઇ પટેલ પ્રમુખશ્રી હિંમતનગર તાલુકા પંચાયત દ્વારા મિષ્ટાન ભોજન આપવામાં આવ્યું
અહેવાલ:- પ્રતિક ભોઈ
વિકસિત ભારતના પરનેતા અને સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કરનાર એવા દેશના યશસ્વી અને વિકાસ પુરુષ એવા વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ૭૫માં જન્મ દિવસની ઉજવણી નિમિત્તે હિમતનગરના લોકપ્રિય અને પ્રજાવત્સલ્ય ધારાસભ્ય શ્રી વી ડી ઝાલા સાહેબ ની પ્રેરક ઉપસ્થિતિમાં સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા હિંમતનગર ખાતે દાતાશ્રી હિતેશભાઇ પટેલ પ્રમુખશ્રી હિંમતનગર તાલુકા પંચાયત દ્વારા મિષ્ટાન ભોજન આપવામાં આવ્યું આ તબક્કે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખશ્રી તથા હિંમતનગર શહેર તેમજ તાલુકાના સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા આ કાર્યક્રમમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર વી એ ગોપલાણી હાજર રહી ધારાસભ્યશ્રી નું સન્માન કર્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતુ