તા.૧૭.૦૯.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદમાં સાંસદ જશવંતસિંહ ભાભોરની અધ્યક્ષતા હેઠળ સ્વચ્છતા પખવાડિયાની કરાઈ શરૂઆત
દાહોદનો તમામ નાગરિક આ અભિયાનમાં જોડાઈ આપણા દાહોદને સ્વચ્છ રાખવા પહેલ કરે-સાંસદ જશવંતસિંહ ભાભોર દાહોદ જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સાંસદ જશવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં “સ્વચ્છતા હિ સેવા” કાર્યક્રમ સ્ટેશન રોડ, જૈન નસિયા, દાહોદ ખાતે યોજવામાં આવ્યો હતો. આ દરમ્યાન સાંસદ જશવંતસિંહ ભાભોરએ સ્વચ્છતાના મહત્વ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, આપણી આસપાસની જગ્યાઓને સફાઈ કરીને ચોખ્ખી રાખી સ્વચ્છ ભારત અભિયાનમાં સૌએ સહભાગી થવાનું છે. દાહોદનો તમામ નાગરિક આ અભિયાનમાં જોડાઈ આપણા દાહોદને સ્વચ્છ રાખવા પહેલ કરે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલું ‘સ્વચ્છ ભારત અભિયાન’ આજે એક રાષ્ટ્રવ્યાપી જનઆંદોલન બની ગયું છે. વધુમાં એમણે ઉમેર્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સ્વચ્છતાના આગ્રહી હતા. દરેક લોકોએ પોતાની આસપાસનો વિસ્તાર અથવા કોઈ પણ જાહેર સ્થળની સ્વચ્છતા જાળવણીમાં યોગદાન આપવું જોઈએ. સ્વચ્છતાને દૈનિક જીવનનો ભાગ બનાવવા અને લોકોને સ્વચ્છતા જાળવવા માટે પણ અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એકમાત્ર દાહોદ નગર પાલિકાને સ્માર્ટ સીટી હેઠળ પસંદગી કરી છે, નવીન પ્રોજેક્ટ્સ સાથે દાહોદમાં આજે ઘણા મોટા પ્રોજેક્ટ્સ બની રહ્યા છે, સાથે અનેકવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચતી કરી છે. જે નરેન્દ્રભાઈ મોદીના કારણે શક્ય બન્યું છે. જેથી દાહોદ નગર વડાપ્રધાનનું આભારી છે.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરીયા, નગર પાલિકા પ્રમુખ નીરજ દેસાઈ સહિત અન્ય પદાધિકારીઓ તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા