પરિણીત મહિલાએ પ્રેમી સાથે શારીરિક સંબંધ બાંધતી વખતે જ ગળું દબાવી હત્યા કરી
ઉત્તર પ્રદેશના બરેલીમાં એક પરિણીત મહિલાએ પ્રેમી સાથે શારીરિક સંબંધ બનાવતા બનાવતા તેની હત્યા કરી નાંખી. મહિલાએ જ તેના પ્રેમીનું શારીરિક સંબંધો બનાવતા બનાવતા ગળું દબાવી દીધું. પ્રેમીને મળવા જતા પહેલા મહિલાએ તેના પતિને નશીલી ચા પીવડાવીને સૂવડાવી દીધો હતો. પોલીસે કાર રિપેર કોન્ટ્રાક્ટર ઇકબાલ અહેમદની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ સાથે તેની ગર્લફ્રેન્ડ રવિનાની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવી છે.
બરેલીના ભોજીપુરાના ઘુર સમસાપુર ગામના રહેવાસી સુથારી કામના કોન્ટ્રાક્ટર ઇકબાલ અહેમદનો મૃતદેહ 30 જાન્યુઆરીની સવારે તેમના ઘરની બહાર સીડીઓ પર મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પુષ્ટિ મળી છે કે તેમની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. બરેલીની મહિલાએ કથિત રીતે બ્લેકમેઇલિંગ અને વારંવારની ધમકીઓથી કંટાળીને તેના પાડોશી પ્રેમીનું ગળું દબાવીને હત્યા કરી નાખી. પ્રેમિકાએ પોલીસ સમક્ષ પોતાનો ગુનો કબૂલી લીધો છે. પરંતુ ઇકબાલનો પરિવાર આ ઘટનામાં અન્ય લોકો પણ સામેલ હોવાનો આરોપ લગાવી રહ્યો છે.
આ કેસમાં ઇકબાલની પત્ની શહનાઝે શનિવારે ગામની રહેવાસી મહિલા રવિના અને તેના પતિ ઇદ્રીશ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આરોપ હતો કે તેના પતિના રવિના સાથે ગેરકાયદેસર સંબંધો હતા. આ કારણોસર રવિનાએ તેના પતિ સાથે મળીને ઇકબાલની હત્યા કરી. રવિવારે બપોરે પોલીસે રવિનાની ધરપકડ કરીને સખ્તાઈથી પૂછપરછ કરતાં તેણીએ પોતાનો ગુનો કબૂલી લીધો. એસપી ઉત્તર મુકેશ ચંદ્ર મિશ્રાએ જણાવ્યું કે ઇકબાલ અહેમદ રવિના પાસેથી જરીનું કામ કરાવતો હતો. આ સમય દરમિયાન, બંને પ્રેમમાં પડ્યા હતા.
29 જાન્યુઆરીના રોજ ઇકબાલ તેના સસરાની પુણ્યતિથિ પ્રસંગે પત્ની સાથે સાસરિયે ગયો હતો. સાસરીમાં જ પત્નીને છોડીને પોતાના ઘરે પાછો આવ્યો. રાત્રે ઇકબાલે રવીનાને ફોન કરીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી. સાથે જ પતિને ઊંઘની ગોળીઓ પીવડાવીને આવવા કહ્યું. રવિનાએ પતિને નશીલા પદાર્થવાળી ચા આપ્યા પછી, રાત્રે ૧૧.૪૦ વાગ્યે તેના ઉપર ઇકબાલનો ફોન આવ્યો. ઇકબાલે તેને પોતાના ઘરે આવવા કહ્યું. જ્યારે તે ત્યાં પહોંચી ત્યારે ઇકબાલ ચોકમાં હતો. સેક્સ કરતી વખતે જ રવિનાએ ઇકબાલને નીચે દબાવી દીધો. બંને પગથી જ તેના હાથ દબાવી દીધા. અને એક હાથથી મોં દબાવી બીજા હાથે ગળું દબાવ્યું. પછી તેણીએ મૃતદેહને દરવાજા પર ફેંકીને ત્યાંથી જણાવ્યું હતું. રવિનાએ આ ઘટના વિશે તેના પતિને પણ જાણ કરી ન હતી.
રવિનાએ પોલીસને જણાવ્યું કે, ઝરી કામના કારણે તેઓ એકબીજાની નજીક આવ્યા. એકબીજાના નંબરની આપ લે થઈ. એક દિવસ ઇકબાલે તેના પર બળજબરીથી દુષ્કર્મ આચર્યું. તેણે તેના પતિને કહી દેવાની ધમકી આપી તો ઈકબાલે કોલ રેકોર્ડિંગ સંભળાવી બદનામ કરવાની ધમકી આપવાનું શરૂ કર્યું. પછી આ બહાને ઈકબાલ રવિનાને દરરોજ ફોન કરીને તેની સાથે શારીરિક સંબંધ બનાવવા લાગ્યો. આનાથી કંટાળીને રવિનાએ ઇકબાલને પતાવી દીધો.