વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૭ સપ્ટેમ્બર : લોહીની તપાસ, ઈમ્યૂનાઈઝેશન, સગર્ભા બહેનોની તપાસ, હાયપરટેન્શન, ડાયાબિટીસ, ટીબીની તપાસ, સિકલસેલ તપાસ, સર્વાઇકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર વગેરે રોગોની તપાસ કરવામાં આવી.આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા માતા અને બાળકના આરોગ્યને મજબૂત બનાવવા માટે સ્વસ્થ નારી– સશક્ત પરિવાર પખવાડિયું” અંતર્ગત વિશેષ આરોગ્ય અને રસીકરણ સેવાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત કચ્છમાં તા. ૧૭ સપ્ટેમ્બરના દિવસે ૫૩૯ મેડિકલ કેમ્પ સીએચસી તથા પીએચસી ખાતે યોજવામાં આવ્યા હતા.
“સ્વસ્થ નારી – સશક્ત પરિવાર પખવાડિયું”ની ઉજવણી અંતર્ગત મહિલાઓ અને બાળકોને વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ તેમજ રસીકરણ સુવિધાઓ પૂરી પાડવામાંનો સરકારનો ઉદેશ્ય છે ત્યારે કચ્છમાં આયુષ્માન આરોગ્ય મંદિરો (AAMs), પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC), શહેરી આયુષ્માન આરોગ્ય મંદિરો (UPHC/UAAM), સામૂહિક આરોગ્ય કેન્દ્રો (CHCs), જિલ્લા હોસ્પિટલો, ખાતે આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓ માટે ચકાસણી અને આરોગ્ય સેવાઓ, ENT, આંખ, બ્લડ પ્રેશર, બ્લડ શુગર અને ડેન્ટલ ચેક-અપ, કેન્સર (મોં, સ્તન, ગર્ભાશય)ની ચકાસણી,રસીકરણ સેવાઓ,ગર્ભવતી મહિલાઓની પૂર્વ પ્રસૂતિ તપાસ, એનિમિયા સ્તર ચકાસણી, ટેલિમેડિસિન સુવિધાઓ, ક્ષયરોગ (ટીબી) ચકાસણી, સિકલ સેલ એનિમિયા ચકાસણી કરવામાં આવી હતી. જિલ્લા હોસ્પિટલો (DH)/CHC, PHC) ડૉક્ટર્સ તેમજ સ્ત્રીરોગ નિષ્ણાંત, આંખના નિષ્ણાંત, ENT નિષ્ણાંત, ત્વચારોગ નિષ્ણાંત, બાળરોગ નિષ્ણાંત, ફીઝીશયન, મનોચિકિત્સક, ડેન્ટલ સર્જન નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે જ ખાંડ અને તેલનો ૧૦% ઘટાડો કરી સ્થૂળતા ઓછી કરવી, સ્થાનિક તથા પ્રાદેશિક ખોરાકના પ્રચાર-પ્રસાર, બાળપણથી જ પોષણ તથા યોગ્ય ખાવા-પીવાની રીતો અપનાવવી, માસિક સ્વચ્છતા તથા પોષણ અંગે જાગૃતિ, ટેક હોમ રેશન (THR)નું વિતરણ કરી તંદુરસ્ત જીવનશૈલી વિશે લાભાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આરોગ્યની વિવિધ સેવાઓમાં જેવી કે માતા અને બાળક સંરક્ષણ (MCP) કાર્ડ, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના નોંધણી, આયુષ્માન વય વંદના કાર્ડ, સિકલ સેલ કાર્ડ,પોષણ ટ્રેકરમાં લાભાર્થીઓની નોંધણી સરળતા આપવામાં આવશે. નાગરિકોની સક્રિય ભાગીદારી થકી બ્લડ ડોનેશન કેમ્પો, નિક્ષય મિત્ર સ્વયંસેવક નોંધણી, અંગદાન નોંધણીની કામગીરીનો પણ સમાવેશ કરાયો હતો. ભુજ, માંડવી, નખત્રાણા, રતડીયા, ગાંધીધામ, દૂધઇ, ઢોરી, સાંયરા, ડુમરા, માધાપર, ભીમપર, ભચાઉ સહિતના શહેરો તથા ગામોમાં આરોગ્ય કેન્દ્ર ખાતે પદાધિકારીઓશ્રીઓએ આરોગ્ય કેમ્પને ખુલ્લો મુક્યો હતો. સમગ્ર કચ્છમાં ‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર’ પખવાડિયાના પ્રથમ દિવસે ૫૩૯ મેડિકલ કેમ્પ યોજાયા હતા. જેમાં અંદાજે મહિલા, બાળકો, તરૂણીઓ સહિતના ૧૩૨૧૦ લાભાર્થીઓની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ગાયનેકોલોજિસ્ટ, પીડિયાટ્રીસ્યન, ફિઝિશયન હાજર રહી કેમ્પમાં સેવા આપી હતી. જેમાં લોહીની તપાસ, ઈમ્યૂનાઈઝેશન, સગર્ભાબહેનોની તપાસ, હાયપરટેન્શન, ડાયાબિટીસ, ટીબીની તપાસ, સિકલસેલ તપાસ, સર્વાઇકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર વગેરે રોગોની તપાસ કરવામાં આવી હતી.