DAHODGUJARATLIMKHEDA

સશક્ત નારી – સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત લીમખેડા ખાતે રક્તદાન કેમ્પ સફળતાપૂર્વક યોજાયો

તા.૧૭.૦૯.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:સશક્ત નારી – સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત લીમખેડા ખાતે રક્તદાન કેમ્પ સફળતાપૂર્વક યોજાયો

સશક્ત નારી – સશક્ત પરિવાર અભિયાનના અનુસંધાનમાં તથા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તાલુકા આરોગ્ય કચેરી, લીમખેડા દ્વારા રેડ ક્રોસ સોસાયટી, દાહોદના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં લીમખેડા તાલુકાના રક્તદાતાઓ, આરોગ્ય વિભાગના સ્ટાફ તેમજ તાલુકા પંચાયતના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને માનવતાની સેવા માટે રક્તદાન કર્યું હતું.કુલ ૩૯ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું, જેનું ઉપયોગ જોખમી સગર્ભા મહિલાઓ તેમજ બાળકોના સારવાર માટે કરવામાં આવશે.આ પ્રસંગે આયોજક સંસ્થાઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓએ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી સમયમાં પણ આવા સેવાભાવી કાર્યમાં વધુથી વધુ લોકો જોડાય એવી અપીલ કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!