વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
ગણદેવી નગરપાલીકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત આજરોજ સાંસ્કૃતિક ઉત્સવ પ્રોગામ અટલજી કોમ્યુનીતિ હૉલ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બજાર ચોક ખાતે સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સરકારી દવાખાના ખાતે ‘એક પેડ મા કે નામ’ વૃક્ષારોપણનો કાર્યક્રમ તેમજ સરકારી દવાખાનાના દર્દીઓને ફળફળાદી વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સાથે સ્વચ્છતા અંગે સેલ્ફી પોઇન્ટ ઉપર નાગરિકો દ્વારા સેલ્ફી લેવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલ, ગણદેવી નગરપાલિકા પ્રમુખશ્રી ભાવેશભાઈ પટેલ, ઉપપ્રમુખ ભાનુબેન પટેલ, કારોબારી ચેરમેન નિરવભાઈ સગર, ચીફ ઓફિસર પ્રાચીબેન દોશી, નગરપાલિકાના સભ્યો સહિત જાહેર જનતા બહોળી સંખ્યામાં હાજર રહયા હતા. કાર્યક્રમમાં કન્યાશાળા ગણદેવીની બાળાઓ દ્વારા નાટક અને દેશ ભક્તિ ગીત જેવી સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરવામાં આવી હતી.