આણંદ પ્રધાનમંત્રી મોદી ના 75મા જન્મદિવસે 75 દ્રષ્ટિહીન બાળકોને કીટ આપવામાં આવી.
આણંદ પ્રધાનમંત્રી મોદી ના 75મા જન્મદિવસે 75 દ્રષ્ટિહીન બાળકોને કીટ આપવામાં આવી.
તાહિર મેમણ – આણંદ – – 17/09/2025 – આણંદના સાંસદ મિતેષ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસની ઉજવણી નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાના 75 દ્રષ્ટિહીન બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે અત્યાધુનિક સાક્ષરતા કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ પહેલ વડાપ્રધાનના ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ’ના વિઝનને અનુરૂપ છે.
આ પ્રસંગે સાંસદ મિતેષ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન મોદીનું દ્રષ્ટિહીન વ્યક્તિઓ પ્રત્યેનું વિઝન સ્પષ્ટ છે. તેમણે કહ્યું કે, “દ્રષ્ટિહીન વ્યક્તિઓમાં શારીરિક અક્ષમતા હોઈ શકે પણ તેમની પ્રતિભા અને સંકલ્પશક્તિમાં કોઈ કમી નથી.” પ્રધાનમંત્રીના આ સંકલ્પને સાકાર કરવા માટે આ પહેલ હાથ ધરવામાં આવી છે, જે દિવ્યાંગજન કલ્યાણની નીતિને અનુસરે છે.
વિતરણ કરાયેલી સાક્ષરતા કીટમાં 6GB RAM અને 128GB સ્ટોરેજ સાથેનો સ્માર્ટફોન શામેલ છે. આ સ્માર્ટફોનમાં TalkBack અને અન્ય accessibility એપ્સ પ્રી-લોડેડ છે. વધુમાં, Bookshare મેમ્બરશિપ દ્વારા 10 લાખથી વધુ પુસ્તકોની પહોંચ પૂરી પાડવામાં આવે છે, જે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓને વિશાળ જ્ઞાન ભંડાર ઉપલબ્ધ કરાવે છે.
આ કીટમાં મોદી સરકારના ડિજિટલ ઇન્ડિયા મિશનના ભાગરૂપે Jyoti AI Pro સિસ્ટમ પણ આપવામાં આવી છે. આ સિસ્ટમ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે ક્રાંતિકારી સાબિત થઈ શકે છે. AI Glass દ્વારા પુસ્તકો વાંચવા, વ્યક્તિઓને ઓળખવા, નાણાં અને વસ્તુઓ પારખવા જેવી સુવિધાઓ મળે છે.