GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે મંદિરમાં પ્રાર્થના કરી
તા.૧૭/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: આજે દેશના લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. ત્યારે મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનાં મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ રાજકોટ ખાતે અંબિકા ટાઉનશીપમાં આવેલા અંબે માતાજીના મંદિરમાં વડાપ્રધાનશ્રી દીર્ઘાયુ પામે અને નીરોગી રહે તે માટે પ્રાર્થના કરી હતી.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તેમના માટે પ્રાર્થના કરવા માટે આસપાસના વિસ્તારના રહેવાસીઓ અને મંદિરે નિત્યક્રમ મુજબ આવતા ભક્તજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.