GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ કુમાર શાળા અને નગરપાલિકા સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરાયું.
તારીખ ૧૮/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
આજરોજ કાલોલ કુમાર શાળા અને કાલોલ નગર પાલિકા સંયુક્ત ઉપક્રમે એક સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં આપણા માનવંતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ ની તારીખ 17 મીથી બીજી ઓક્ટોબર સુધી સ્વચ્છતા ના અલગ અલગ કાર્યક્રમો અંતર્ગત કાલોલ નગર વાસીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાય અને સૌ લોકો સ્વચ્છતા અપનાવી સ્વસ્થ રહે પોતાનું ઘર પોતાની સોસાયટી પોતાનું આંગણું સ્વસ્છ રાખે તે પ્રકારના નારા વિદ્યાર્થીઓ દ્વારા બોલાવવામાં આવ્યા અને કુમાર શાળા ખાતે રેલીનું સમાપન કરી કાલોલ કુમાર શાળાના આચાર્ય રાકેશકુમાર ઠાકર અને જયદીપ વાઘેલા દ્વારા સ્વચ્છતા શપથ લેવડાવી સૌને નગર સ્વચ્છ રાખવાની પ્રેરણા પૂરી પાડી હતી.