GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

સરકારની અણઆવડત ના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે – રાજુ કરપડા

તા.18/09/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

જસદણ ખાતે આમ આદમી પાર્ટી કિસાન સંગઠન પ્રદેશ પ્રમુખ રાજૂ કરપડાની આગેવાનીમાં ખેડૂતોની ટેકાના ભાવે મગફળી વેચાણ કરવા માટે જે રજીસ્ટ્રેશન થયા હતા એ અચાનક રદ કરવામાં આવ્યા જેના વિરોધમાં મામલતદાર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સરકાર ટેકાના ભાવે ખરીદીના નામે નૌટંકી કરી રહી છે ખેડૂતોએ સમય અને પૈસાનો ખર્ચ કરી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યા હતા હવે ફરી તાલુકા મથકે ઓફલાઈન રજીસ્ટ્રેશન માટે ખેડૂતોને સૂચના આપી ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા છે સાથે જ રજિસ્ટ્રેશન ઘટાડવા માટેનું એક ષડયંત્ર છે સેટેલાઈટના બહાના હેઠળ જમીન માપણી કરી ખેડૂતોને પરેશાન કરવાનું કામ સરકારે કર્યું? હવે ફરીથી ટેકાના ભાવે જણસ ખરીદવી ન પડે એટલે નૌટંકી ચાલુ કરવામાં આવે – રાજુ કરપડા

Back to top button
error: Content is protected !!