નરેશપરમાર.કરજણ-
નોકરીએ લગાડવાની લાલચ આપી છેતરપીડી કરનાર નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો
ઓ.એન.જી.સી કંપનીમા નોકરીએ લગાડવાની લાલચ આપી છેતરપીડી કરનાર નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર “એ”ડિવઝન પોલીસ
નેશનલ ઇન્વેસ્ટિગેશન કંપનીના મેનજે ર તરીકેની ખોટી ઓળખ આપી વ્યક્તિ દીઠ બે લાખ તથા અઢી લાખ રૂપિયા લઇ ઓ.એન.જી.સી કંપનીમા અંકલેશ્વર,, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લોભામણી અને લલચામણી વાતો કરી લલચાવી કંપનીના બોગસ લેટર તથા આઇકાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી ફરિયાદીના પરિવારના દસ લોકો સહિત કુલ ૫૦ જટેલા લોકો પાસેથી કુલ મળી આશરે એક કરોડ ચોર્યાસી લાખ ૧,૮૪,૦૦,૦૦૦ લઇ તેઓને નોકરીએ ન લગાડી સાહેદો સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરેલ. જેમાં આરોપી ઠાકોરભાઇ મંગુભાઇ આહીર ઉ.વ.૪૭ ધંધો-ખેતી રહે , હાંસોટ રોડ, અંકલેશ્વર શહેર, જે નાસતો ફરતો હતો. જેને નાયબ પોલીસ અધિક્ષક અંકલેશ્વર કુશલ ઓઝા ના. માર્ગદર્શન હેઠળ ઝડપી પાડી જેલ ભેગો કરી તપાસ આદરી છે.