BHARUCH

ભારત વિકાસ પરીષદ અડાજણ શાખાનો ઉત્કૃષ્ટ પ્રયત્ન…

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

 

ભારત વિકાસ પરીષદ ૧૯૬૩ થી ભારતીય સંસ્કૃતિ પ્રત્યે લોક જાગૃતિ ફેલાવવામાં અગ્રીમ સંસ્થા છે જેની ભારત ભરમાં ૧૬૦૦થી વધુ શાખાઓ છે અને રાષ્ટ્રથી લઈ ગ્રામીણ સ્તર સુધી વિવિધ કાર્યો થકી બાળકોમાં શિસ્ત અને સંસ્કાર સિંચવાથી લઈ તેઓને સંસ્કૃતિથી અવગત કરાવવાના કાર્યો કરે છે. તેના અંતર્ગત આજે વિવિધ શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે દેશપ્રેમના ગીતોની સ્પર્ધા યોજવામાં આવી હતી.

ટી એન્ડ ટીવી સાર્વજનિક વિદ્યાલય, ગોપીપુરા મુકામે યોજાયેલ આ સ્પર્ધામાં ૧૦ જેટલી શાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કનિષ્ઠ ધોરણ ૬ થી ૮ અને વરિષ્ઠ ધોરણ ૯ થી ૧૨ એમ બે વિભાગમાં વહેંચાયેલ આ સ્પર્ધામાં ૬૦ જેટલા વિદ્યાર્થીઓને ૨૫ જેટલા વાદકોના સથવારે સંસ્થાનીજ પુસ્તિકા ચેતના કે સ્વર માંથી દેશભક્તિના ગીતો પસંદ કરી હિન્દી અને સંસ્કૃત એમ બેઉ ભાષામાં પ્રસ્તુતિ કરી હતી. નિર્ણાયક તરીકે ઉત્કર્ષ કંથારીયા અને પ્રસૂનસિંહ પરમાર એ સેવા આપી હતી. જેમાં જીવનભારતી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ અનુક્રમે બંને વિભાગમાં પ્રથમ ક્રમે વિજેતા નિવડી હતી જે હવે પ્રાંતીય સ્તરે ભાગ લેશે. મુખ્ય મહેમાન તરીકે ટી એન્ડ ટી વી શાળાના આચાર્ય કિશોરભાઈ પટેલે હાજરી આપી હતી અને આવા કાર્યક્રમમાં વધુ ને વધુ શાળાઓને જોડાવા આહ્વાન કર્યું હતું. શાખા પ્રમુખ વિનેશ શાહએ આ સ્પર્ધાનું મહત્વ સમજાવતા કહ્યું કે યુવાનોમાં રાષ્ટ્ર ભાવના જગાવવા માટે દેશભક્તિથી ઓતપ્રોત ગીતોનું મહત્વ નિર્વિવાદ છે અને પોતાના ભાવ લોકો સુધી પહોંચાડવા સંગીત ઉત્તમ માધ્યમ છે આથી જ ભારત વિકાસ પરીષદ રાષ્ટ્રીય સ્તરે આ સ્પર્ધા યોજે છે. શાખાના મંત્રી વિકાસ પારેખ એ માહિતિ આપી હતી કે દેશભરમાંથી ૫૦૦૦ થી વધારે શાળાઓ તથા ૩ લાખથી વધારે વિદ્યાર્થીઓ આમાં ભાગ લે છે. રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધાના કન્વીનર સુનિલ રેવરએ કાર્યક્રમ વિષે માહિતી આપી હતી.

 

આ કાર્યક્રમમાં પ્રાંત ઉપપ્રમુખ દિલીપભાઈ ચશ્માવાળા, પ્રાંત સહસચિવ રાજીવભાઇ સેઠ તથા પ્રાંત જિલ્લા સંયોજક ભૂપતભાઈ ચોપરાએ ખાસ હાજરી આપી હતી. આ કાર્યક્રમ સફળ બનાવવા મહિલા સહભાગિતા દામિનીબેન, મહિલા સહસંયોજક હિમાબેન તથા મધુબેનનું યોગદાન અનન્ય હતું ઉપરાંત શાખા ખજાનચી જયેશગીરી ગોસ્વામી અને ગતિવિધિ સંપર્ક સંયોજક રવિરંજનએ કાર્યક્મની વ્યવસ્થા સુપેરે પાર પાડી હતી.

Back to top button
error: Content is protected !!