‘દેશમાં એક એવી તાકાત છે, જેણે વોટિંગ સિસ્ટમને હાઇજેક કરી વોટ ડિલીટ કરી દીધા છે, : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ વોટ ચોરી મુદ્દે વધુ એક સનસનીખેજ આક્ષેપ કર્યો છે. તેમણે ફરી એકવાર પ્રેસ કોન્ફરન્સ યોજીને વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ દરમિયાન તેમણે કેટલાક પુરાવા રજૂ કરીને દાવો કર્યો હતો કે, ‘દેશમાં એક એવી તાકાત છે, જેણે વોટિંગ સિસ્ટમને હાઇજેક કરી વોટ ડિલીટ કરી દીધા છે, નવા વોટ ઉમેરાઈ રહ્યા છે. દેશની લોકશાહી હાઇજેક થઈ ગઈ છે. દેશના વોટ ચોરોને મુખ્ય ઈલેક્શન કમિશર જ છાવરી રહ્યા છે, જેના મારી પાસે સચોટ પુરાવા છે. હવે હું ‘વોટ ચોરી’ મુદ્દે ટૂંક સમયમાં જ ‘હાઇડ્રોજન બોમ્બ’ ફોડવાનો છું.’ નોંધનીય છે કે, હાલમાં જ રાહુલ ગાંધીની ‘વોટર અધિકાર યાત્રા’ પૂર્ણ થઈ છે.
આ અંગે વધુ વાત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મારું કામ લોકશાહી પદ્ધતિમાં ભાગ લેવાનો છે. તેની સુરક્ષા કરવાનું નથી. ભારતના ઇન્સ્ટિટ્યુશન્સ આ કામ કરી રહ્યા નથી. તેથી હું તેમનું કામ કરી રહ્યો છું. મારું કામ સત્ય બહાર લાવવાનું છે. ભારતની લોકશાહી હાઇજેક થઈ ગઈ છે. તેને દેશના લોકો જ બચાવી શકશે.
મહારાષ્ટ્રનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, મહારાષ્ટ્રની રજોરા વિધાનસભા બેઠકમાં ઓનલાઇન વોટ ઉમેરવામાં આવ્યા હતા. કર્ણાટક સીઆઇડીએ ચૂંટણી પંચ પાસે માર્ચ મહિનામાં વોટ ચોરી મામલે માહિતી મગાવી હતી, જેમાં જેની જરૂર હતી તે સિવાય અન્ય તમામ વિગતો સીઆઇડીને આપી. સીઆઇડીએ આ મામલે ચૂંટણી પંચને 18 રિમાન્ડર પત્રો લખ્યા. ચૂંટણી પંચના કમિશ્નર જ્ઞાનેશ કુમાર વોટ ચોરોને છાવરી રહ્યા છે. અમારી માગ છે કે, જ્ઞાનેશ કુમાર કર્ણાટકની સીઆઇડીને એક સપ્તાહની અંદર તમામ પુરાવા આપો.
રાહુલ ગાંધીએ સનસનીખેજ આક્ષેપો કરતાં કહ્યું કે, મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમાર વોટ ચોરોને બચાવી રહ્યા છે. આ દાવાના મારી પાસે પુરાવા છે, જેને નકારી શકાય નહીં. આ પુરાવા બ્લેક એન્ડ વ્હાઇટ છે. અમારી પાસે પુરાવા છે કે દેશભરમાં લઘુમતી, દલિતો, આદિવાસી અને ઓબીસીના લાખો વોટ કાઢી નંખાયા છે. આ ખાલી વિપક્ષના વોટ કાપવાની ટ્રીક છે.
કર્ણાટકની આલંદ વિધાનસભા બેઠકનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે 2023ની વિધાનસભા ચૂંટણીમાં અહીં 6018 મતો કાઢી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક બીએલઓએ જોયું કે તેમના કાકાનો વોટ જ કાઢી નાખવામાં આવ્યો છે. જાણવા મળ્યું કે આ એક પાડોશીના નંબર પરથી થયું છે. જ્યારે તેમણે પાડોશી સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે તેમને ખબર પણ નથી કે કેવી રીતે કાઢી નાખવામાં આવ્યું.
રાહુલ ગાંધીએ કહ્યું કે અન્ય રાજ્યોના મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને ઓનલાઇન ફોર્મ સબમિટ કરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ ગોદા બાઈ નામની એક મહિલાનું ઉદાહરણ પણ આપ્યું. તેમના નંબર પરથી કુલ 12 વોટ ડિલીટ કરાયા હતા અને તેમને તેની જાણ પણ નહોતી.
તેમણે સૂર્યકાંત નામના બીજા વ્યક્તિના નામે 12 લોકોના નામ ડિલીટ થવાનું ઉદાહરણ પણ આપ્યું. રાહુલ ગાંધીએ કહ્યું કે માત્ર 36 સેકન્ડમાં બે ફોર્મ ભરાઈ ગયા. આટલા ઓછા સમયમાં બે ફોર્મ કેવી રીતે ભરાઈ શકે? વધુમાં, આ સમય પણ સવારે 4:07 વાગ્યાનો હતો.
રાહુલ ગાંધીએ કહ્યું કે અન્ય રાજ્યોના મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને ઓનલાઇન ફોર્મ સબમિટ કરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ ગોદા બાઈ નામની એક મહિલાનું ઉદાહરણ પણ આપ્યું. તેમના નંબર પરથી કુલ 12 વોટ ડિલીટ કરાયા હતા અને તેમને તેની જાણ પણ નહોતી.
તેમણે સૂર્યકાંત નામના બીજા વ્યક્તિના નામે 12 લોકોના નામ ડિલીટ થવાનું ઉદાહરણ પણ આપ્યું. રાહુલ ગાંધીએ કહ્યું કે માત્ર 36 સેકન્ડમાં બે ફોર્મ ભરાઈ ગયા. આટલા ઓછા સમયમાં બે ફોર્મ કેવી રીતે ભરાઈ શકે? વધુમાં, આ સમય પણ સવારે 4:07 વાગ્યાનો હતો.
રાહુલ ગાંધીના ‘હાઇડ્રોજન બોમ્બ’ના નિવેદન પર શરદ પવારે જણાવ્યું કે, દેશની નોન-ભાજપ પાર્ટીઓએ પહેલી વાર આ મુદ્દે સંસદની બહાર દેખાવો કર્યા છે. જેમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે ઉપસ્થિત હતા. 300 સાંસદ સંસદ છોડી રસ્તા પર ઉતર્યા છે, જેને નજરઅંદાજ કરી શકાય નહીં. ચૂંટણી પંચે આ મામલે પોતાનું વલણ બદલવું જોઈએ. અમે વાતચીત અને ચર્ચામાંથી પીછેહટ કરવાનો પ્રયાસ કર્યો નથી.
How this is being done and why we are saying that this is being done in a centralised manner. This is being done not by individuals but through the use of software.
Look at the serial numbers: serial number 1 means that this is the first name in the booth. So a software is… pic.twitter.com/xih5rSORQp
— Congress (@INCIndia) September 18, 2025