GUJARATLIMBADISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર LCB પોલીસે કટારીયા ગામ નજીક ટોલ પ્લાઝા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે 1 ઈસમને દબોચી લીધો

વિદેશી દારૂની બોટલો નંગ 4536 તથા બિયર ટીન નંગ 9336 તથા એક ટ્રક, મોબાઇલ, વેસ્ટ કપડાંની ગાસડી સહિત કુલ રૂ.89,98,220 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

તા.18/09/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

વિદેશી દારૂની બોટલો નંગ 4536 તથા બિયર ટીન નંગ 9336 તથા એક ટ્રક, મોબાઇલ, વેસ્ટ કપડાંની ગાસડી સહિત કુલ રૂ.89,98,220 નો મુદ્દામાલ જપ્ત કર્યો, સુરેન્દ્રનગર જીલ્લા એલસીબી પીઆઇ જે. જે. જાડેજા તથા પીએસઆઇ જે.વાય.પઠાણ તથા પેરોલ ફર્લો સ્કોડ સુરેન્દ્રનગરના પીએસઆઇ આર.‌ એચ. ઝાલા નાઓએ એલસીબી તથા પેરોલ ફર્લો પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં હાઇવે પેટ્રોલીંગ ફરી શંકાસ્પદ વાહનો ચેક કરી ખાસ એકશનપ્લાન હેઠળ પ્રોહી/જુગારની બદી સંપુર્ણ પણે નેસ્ત નાબુદ થાય તે રીતે પરીણામલક્ષી કામગીરી કરવા સુચના તથા માર્ગદર્શન આપતા એલસીબી ટીમ તથા પેરોલ ફર્લો સ્ક્વોડના પ્રવિણભાઇ કોલા, કુલદીપભાઈ બોરીયા, કપિલભાઈ સુમેરા, મેહુલભાઈ મકવાણા, દેવરાજભાઈ જોગરાજીયા, કૃણાલસિંહ ઝાલા સહિત સમગ્ર ટીમ દ્રારા પેટ્રોલીંગ દરમ્યાન એલસીબી ટીમને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે રોડના કટારીયા ગામના પાટીયા નજીક ટોલ પ્લાઝ પાસેથી એક ટ્રક ટેલરમાંથી આરોપી ટીકુરામ લાધુરામ જાણી જાટ રહે, નવાતલા રાથોરન બાડમેર રાજસ્થાન વાળો અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ ૪૫૩૬ તથા બીયર ટીન નંગ ૯૩૩૬ કુલ કી.રૂ.૭૪,૮૨,૭૨૦ નો પ્રોહી મુદામાલ તથા ટ્રક કી.રૂ.૧૫,૦૦,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ.૦૧ કી.રૂ.૫૦૦૦ તથા વેસ્ટ કપડાની ગાસડી નંગ.૫૦ કી.રૂ.૫૦૦૦ તથા રોકડ રૂપીયા ૪૫૦૦ એમ મળી કુલ કી.રૂ.૮૯,૯૭,૨૨૦ ના મુદામાલ સાથે ટ્રક ડ્રાઇવરને પકડી પાડી જ્યારે પકડવાના બાકી આરોપી તરીકે રમેશ રહે, સીંધારી બાડમેર રાજસ્થાન, ટ્રક ટ્રેલર નો માલિક, વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યો ઈસમ તથા તપાસમા ખુલે તે તમામ આરોપી વિરૂધ્ધમાં પાણસીણા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!