GUJARATJASDALRAJKOTRAJKOT CITY / TALUKO
Jasdan: મારું જસદણ, સ્વચ્છ જસદણ સૂત્ર સાથે સ્વચ્છતા રેલી યોજાઇ
તા.૧૮/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Jasdan: સ્વચ્છતા હી સેવા ૨૦૨૫ અભિયાનનાં ભાગરૂપે જસદણ નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા રેલી યોજાઈ હતી.
નગરપાલિકા દ્રારા શહેરમાં આવેલી હરીબાપા કોલેજથી જુના માર્કેટીંગ યાર્ડ સુધી સ્વચ્છતા રેલી યોજી શહેરીજનોને સ્વચ્છતાનો સંદેશ પાઠવ્યો હતો. આ રેલીમાં શહેરીજનો, અગ્રણીઓ તેમજ વિદ્યાર્થીઓ જોડાયા હતા. રેલીમાં એક પગલું સ્વચ્છતા તરફ, કચરાનું સ્થાન ટીપરવાનમાં, વૃક્ષારોપણ કરી પર્યાવરણનું જતન કરીએ, સફાઈ કામદારોની કામગીરીને બિરદાવી સહકાર આપીએ, મારું જસદણ સ્વચ્છ જસદણ સહિત સૂત્રો સાથે પોસ્ટર તેમજ બેનર્સ દ્વારા રેલી યોજાઈ હતી.