SAYLA
સાયલાના ચોરવીરા ગામની સીમમાં ગેરકાયદેસર ખનન ઝડપાયું.
મામલતદારે ચોરવીરા ગામેથી કર્બોસેલના કુલ 39 કુવા ઝડપી પાડ્યા.સાયલાના ચોરવીરા ગામની સીમમાં કાર્બોસેલનો કાળો કારોબાર મોટી માત્રામાં ઝડપાયો.સાયલા મામલતદારે દરોડા પાડતા ખનીજ માફિયાઓ તથા વહીવટદારો માં ફાફડાટ. જેમાં બે સરકારી અને ત્રણ ખાનગી સર્વેની જમીન પર ચાલતું હતું ખનન. તપાસ કરતા ખેતીવાડી કનેક્શન મેળવી ભુમાફીયા ખનન કરતા હતા.મોટી માત્રામાં ખનન ઝડપાતા સરપંચ અને તલાટીએ કેમ જાણ ન કરી?સ્થાનિક સરપંચ અને તલાટી પર ઉઠ્યા સવાલ.તંત્રની ટીમે આશરે ૨૦૦ ટન કોલસો, ૫૦ જેટલી સરખી,૪ ટ્રાન્સફોર્મર જેવા મુદામાલ કબ્જે કર્યો. તંત્રએ અનેક મજૂરોને રેસક્યુ કરી આરોપી વિરોધ દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી.મામલતદારે ખનીજ વિભાગ, ડેપ્યુટી કલેક્ટરને, પોલીસને તથા પીજીવીસીએલ કચેરીને જાણ કરવામાં આવી.
રિપોર્ટર, જેસીંગભાઇ સારોલા સાયલા