ભરૂચમાં ક્રેટા કારમાંથી 6 શંકાસ્પદ ઝડપાયા:ક્રાઈમ બ્રાન્ચે ATM, ક્રેડિટ કાર્ડ સહિત 10.50 લાખનો મુદ્દામાલ કર્યો કબજે
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેરના કોલેજ રોડ પાસે આવેલ હીન્દુસ્તાન પેટ્રોલ પંપ સામે પાર્ક કરેલી ક્રેટા કારમાંથી ૬ શકમંદ ઇસમોને ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી અલગ અલગ બેંકના ATM, ક્રેડિટ કાર્ડ, ચેકબુક, છુટ્ટા ચેક, લેપટોપ તથા કાર સહિત કુલ રૂ.10.50 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. વર્તમાન સમયમાં વધી રહેલા સાઇબર ફ્રોડના ગુનાઓને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજે સાઇબર ક્રાઈમ વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવા ખાસ સૂચના આપી હતી. તેના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એમ.પી.વાળા (એલ.સી.બી.) ના માર્ગદર્શન હેઠળ ટેક્નિકલ સર્વેલન્સ આધારે ટીમોએ વોચ ગોઠવીને આ કામગીરી અંજામ આપી હતી. ગઈકાલે પો.સ.ઇ. ડી.એ. તુવર તથા ટીમને ચોક્કસ બાતમી મળતા ક્રેટા કાર (GJ-16-CS-8971) ઉપર રેઇડ કરવામાં આવી હતી.કારમાંથી મળી આવેલા ઇસમો પાસે બેંક સંબંધિત અગત્યના દસ્તાવેજો હોવા છતાં તેઓ સંતોષકારક સ્પષ્ટતા કરી શક્યા ન હતા.જેથી પોલીસે અશોક જવાલાપ્રસાદ ત્રિવેદીઉત્તરપ્રદેશ, લક્ષ્ય અનુપસિંહ યાદવ હરિયાણા, શીવાંક રોહીતકુમાર યાદવ હરિયાણા/યુ.પી,દીપાંશુ સતીષકુમાર સૈની ઉત્તરપ્રદેશ,ધર્મેશ ભુપતભાઈ મકવાણા સુરત/ભાવનગર અને કરણ બાબુભાઈ વાળા ભરૂચને ઝડપી પાડ્યા હતા.