વઢવાણ પોસ્ટ ઓફિસમાં દૈનિક 20 જ આધારકાર્ડ સુધારાની કામગીરી થતાં લોકોમાં ભારે આક્રોશ
તા.19/09/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં આધાર કાર્ડ સુધારા અને અપડેટની કામગીરીને લઈને લોકોમાં તીવ્ર અસંતોષ વ્યાપી ગયો છે 1 લાખ વસ્તીવાળા આ વિસ્તારમાં માત્ર એક જ સિસ્ટમ કાર્યરત હોવાથી દરરોજ લાંબી લાઈનો લાગે છે પરંતુ માત્ર 20 અરજદારોને જ ટોકન આપવામાં આવે છે આનાથી અરજદારોને હેરાનગતિ થાય છે અરજદારો સવારે 7 વાગ્યાથી લાઈનમાં ઊભા રહે છે પરંતુ મર્યાદિત ટોકનને કારણે મોટાભાગના લોકોને પાછા જવું પડે છે વઢવાણના આસપાસના ગામોમાંથી લોકો ભાડું ખર્ચીને આવે છે પરંતુ કામગીરી ન થતા તેઓ નિરાશ થઈને પાછા ફરે છે આધાર કાર્ડ સરકારી યોજનાઓ માટે આવશ્યક હોવાથી આ સમસ્યા વધુ ગંભીર છે જ્યારે સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રાખવામાં આવેલા અને યુવાનો મામલતદાર કચેરી જનસેવા કેન્દ્ર નગરપાલિકા તેમજ મહાનગરપાલિકા અને અન્ય સરકારી કચેરીઓમાં તેમજ સુરેન્દ્રનગર પણ પોસ્ટ ઓફિસમાં રાખવામાં આવતા હોય છે ત્યારે આ રાખવામાં આવતા યુવાનો પોતાની કામગીરી અને જેનો પગાર લે છે છતાં પણ કામગીરી સચોટ અને નક્કર થતી ન હોવાનું પણ હાલમાં જણાવવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર શહેરની અને વઢવાણ શહેરની પોસ્ટ ઓફિસમાં માત્ર 20 જ આધાર કાર્ડ સુધારવામાં આવે તો ચાર લાખની વસ્તીને ગોટાળા વાળા આધારકાર્ડ ક્યારે સુધરે એ પણ એક સવાલ હાલમાં લાઈનમાં ઊભા રહેનાર લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે એવી જગ્યાઓએ કામગીરી સોંપી અને દરરોજના 100 કાર્ડ આધાર કાર્ડ સુધારે એવી સૂચના આપવી જોઈએ અત્યારે તો સરકારનો પગાર ખાઈ અને પંખા નીચે આરામ ફરમાવતા હોવાનું પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ત્યારે આધાર કાર્ડ સુધારવા માટેની મોટી મોટી લાઈનો અને કતારો લાગતી હોય છે ત્યારે આધાર કાર્ડ લોકોના સુધરે અને લોકોને સંતોષ મળે તેવી કામગીરી કરવા માટેની હાલમાં માંગણી ઉઠવા પામી છે.