GANDHIDHAMGUJARATKUTCH

ગાંધીધામ મહાનગરપાલિકાના માન.કમિશનર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને નવરાત્રીના આયોજકો સાથે “ગ્રીન નવરાત્રી, ક્લીન નવરાત્રી સ્પર્ધા” નાઆયોજન.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.

ગાંધીધામ ,તા-૧૯ સપ્ટેમ્બર : ગાંધીધામ મહાનગરપાલિકાના માન.કમિશનર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને ગાંધીધામ વિસ્તારમાં આવેલ નવરાત્રી મંડળોના અંદાજે ૨૦ જેટલા આયોજકો સાથે એક મિટિંગનું આયોજન ગાંધીધામ મહાનગરપાલીકાની કચેરીના સભાખંડ ખાતે કરવામાં આવેલ.તેમાં ગ્રીન નવરાત્રી, ક્લીન નવરાત્રી થીમ અંતર્ગત આયોજકોને સ્વચ્છતા અંગે માર્ગદર્શન તેમજ નવરાત્રી મહોત્સવ દરમ્યાન SOP નું ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવેલ. SOP અંતર્ગત મુખ્ય મુદ્દાઓ જેમ કે નિર્ધારિત જગ્યાએ કચરાપેટીઓ મુકવી, ફાયર સેફટીની વ્યવસ્થા કરવી, ખાદ્યપદાર્થનું લાઈસન્સ ધરવતા વિક્રેતાઓ પાસેથી જ સેવા લેવી તેમજ સીંગલ યુજ પ્લાસ્ટિકનો વપરાશ અટકાવવો તેમજ મહાનગરપાલિકા દ્વારા સંચાલકો સાથે સંકલન કરી કચરો ઉપાડવાની વ્યવસ્થા બાબતે ચર્ચા કરવામાં આવેલ.તેમજ “ગ્રીન નવરાત્રી, ક્લીન નવરાત્રી” સ્પર્ધા અંતર્ગત ગાંધીધામ મહાનગરપાલીકા દ્વારા નાયબ મ્યુનીસીપલ કમિશનરશ્રીની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવશે. જે સ્થળ તપાસ કરી. SOP ના વિવિધ મુદ્દાઓ જેમ કે સ્વચ્છતા, નોપ્લાસ્ટિક યુજ જેવા વિગેરે આધાર પર નવરાત્રી મંડળોનું મુલ્યાંકન કરશે જેમાં વધારે માર્ક્સ મેળવેલ મંડળને મહાનગરપાલીકા દ્વારા સન્માનિત કરવામાં આવશે. આ સ્પર્ધાત્મક નવરાત્રીના આયોજનમાં ભાગ લેવા માટે આયોજકોને મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરેલ એક ફોર્મ ભરવાનું રહેશે. જે ફોર્મ આજથી ગાંધીધામ મહાનગરપાલિકા કચેરી રૂમ નં.૧૧ પહેલા માળે રૂબરૂ આવી મેળવવાનું રહેશે અને વિગત ભરી તા.૨૨/૦૯/૨૦૨૫ બપોરે ૧.૦૦ વાગ્યા સુધીમાં પરત કરવાનું રહેશે. તેમજ વધુ માહિતી માટે મોહનભાઈ આહિર (૯૭૧૨૩૬૮૧૧૧) નો સંપર્ક કરવો.

Back to top button
error: Content is protected !!