વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી ,તા-૧૯ સપ્ટેમ્બર : ‘‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’’ ને “સ્વચ્છોત્સવ ” અંતર્ગત કચ્છ જિલ્લામાં શહેરો અને ગ્રામ્યકક્ષાએ આઇકોનિક સ્થળો, જાહેર સ્થળોએ સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી. તેમજ આવા સ્થળોએ સિંગલ યુઝ પ્લાસ્ટિક કચરાનો યોગ્ય નિકાલ પણ કરવામાં આવ્યો હતો. ‘સ્વચ્છ ભારત મિશન’ ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશમાં જનજાગૃતિ અર્થે રોજ જુદી-જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્યારે સ્વચ્છતા અભિયાન અન્વયે તાલુકાની આંગણવાડીઓમાં પણ સાફ સફાઈ અભિયાન હાથ ધરી, આંગણવાડીઓને સ્વચ્છ કરવામાં આવી હતી. તેમજ ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. નખત્રાણા ખાતે વૃક્ષારોપણ અને સામૂહિક સફાઇ કામગીરી કરાઇ હતી. સુગારીયામાં કમ્પોન્ટનું ખાતમૂહુર્ત, રાપર ખાતે વાણિજ્ય વિસ્તારોમાં રાત્રિ સફાઇ કામગીરી તેમજ પડાણા ખાતે સાર્વજનિક જગ્યાઓ, તળાવો વગેરેની સફાઇ કરાઇ હતી. કોટડા- ઉગમણા, સામખીયાળી, ખારોઇ સહિતના ગામોમાં સફાઇ અભિયાન સાથે વ્યક્તિગત શૌચાલયના લાભાર્થીઓને મંજૂરીપત્રો અપાયા હતા તેમજ લાખિયાવીરા ખાતે સામૂહિક શૌચાલયના ખાતમૂહુર્ત માટેની કામગીરી કરાઇ હતી.