દેશની Gen Z બંધારણને બચાવશે, લોકશાહીની રક્ષા કરશે અને વોટ ચોરીને રોકશે. : રાહુલ ગાંધી
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે ફરી ‘વોટ ચોરી’નો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે, મતદાર યાદીમાંથી કોંગ્રેસ સમર્થક મતદારોના નામ દૂર કરવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર પર ‘લોકશાહીની હત્યા કરનારા’ અને ‘વોટ ચોરો’નું રક્ષણ કરવાનો આરોપ લગાવ્યો છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે એક્સ પર લખ્યું છે કે, ‘દેશના યુવા, દેશના વિદ્યાર્થીઓ, દેશની Gen Z બંધારણને બચાવશે, લોકશાહીની રક્ષા કરશે અને વોટ ચોરીને રોકશે. હું તેમની સાથે હંમેશા ઉભો છું. જય હિંદ!’
देश के Yuva
देश के Students
देश की Gen Z
संविधान को बचाएंगे, लोकतंत्र की रक्षा करेंगे और वोट चोरी को रोकेंगे।
मैं उनके साथ हमेशा खड़ा हूं।
जय हिंद! pic.twitter.com/cLK6Tv6RpS
— Rahul Gandhi (@RahulGandhi) September 18, 2025
આ પહેલા તેમણે કોંગ્રેસ મુખ્યાલય ‘ઈન્દિરા ભવન’માં મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે, મુખ્ય ચૂંટણી કમિશનરે બહાના બનાવવાનું બંધ કરીને કર્ણાટકની સીઆઈડીને વૉટ ચોરીના પુરાવા સોંપવા જોઈએ.
અગાઉ તેમણે કર્ણાટકની આલંદ વિધાનસભા ક્ષેત્રના ડેટાનો ઉલ્લેખ કરીને દાવો કર્યો હતો કે, ઈસીએ ચૂંટણી પહેલા મતદાર યાદીમાંથી કોંગ્રેસ સમર્થકોના નામ કાપ્યા છે. તો તેના જવાબમાં ચૂંટણી પંચે રાહુલના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને કહ્યું છે કે, કોઈ પણ વોટને ઓનલાઈન કોઈ પણ વ્યક્તિ દ્વારા દૂર કરી શકાતા નથી.
બીજી તરફ, ભાજપે રાહુલ ગાંધીના નિવેદનોની આકરી ટીકા કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ રાહુલના વોટ ચોરીના આરોપને ખોટો વિમર્શ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ નેતાઓએ અગાઉ પણ આવા જ આરોપો લગાવ્યા હતા કે અમે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેનું આરક્ષણ ખતમ કરવા માંગીએ છીએ, જે સાચું સાબિત થયું નથી.
ભાજપના નેતા અનુરાગ ઠાકુરે (Anurag Thakur) કહ્યું છે કે, ‘રાહુલ ગાંધીને એક માત્ર એજન્ડા ઘૂસણખોરો પ્રથમની રાજનીતિ છે. રાહુલ ગાંધી SC, ST અને OBCના હિતોની વાત કરી શકે છે, પરંતુ મતદાર યાદીની સમીક્ષાનો વિરોધ કરીને ગેરકાયદે મતદારોને બચાવવાનો તેમનો પ્રયાસ આ સમુદાયોના હિતોને નુકસાન પહોંચાડશે.