HIMATNAGARSABARKANTHA

વડાલી પોલીસ સ્ટેશનના કેબલ વાયર ચોરીના અનડીટેક્ટ ચાર ગુના ડીટેક્ટ કરી મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી વડાલી પોલીસ.

અહેવાલ:- પ્રતિક ભોઈ

વડાલી પોલીસ સ્ટેશનના કેબલ વાયર ચોરીના અનડીટેક્ટ ચાર ગુના ડીટેક્ટ કરી મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી વડાલી પોલીસ.

પોલીસ મહાનીરીક્ષક સા.શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સા.શ્રી ડો.પાર્થરાજસીંહ ગોહીલ (IPS) સાહેબ સાબરકાંઠાનાઓએ જીલ્લામાં રહેલ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સારૂ સુચના આપેલ હોઈ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઇડર વિભાગ નાઓના માર્ગદશન હેઠળ અમો પો.ઈન્સ ડી.આર.પઢેરીયા તથા વડાલી પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં સતત કાર્યરત હતા.

જે આધારે વડાલી પોલીસ સ્ટાફના માણસો વાહન ચેકીંગ મા હતા તે દરમ્યાન ખાનગી બાતમીદાર થી બાતમી મળેલ કે વડાલી તાલુકામા તેમજ આજુબાજુના ગામડાઓ માંથી ખેડુતોના ખેતરો ના કુવાઓ પરથી રાત્રી ના સમયે કેબલ વાયર ચોરી કરતો રીઢો આરોપી નરેશભાઈ સેનાભાઈ મોતીભાઈ ઠાકોર ઉ.વ.૩૩ રહે.ધરોદ તા.વડાલી જી.સાબરકાંઠા નાઓ એક કોથળામાં કેબલ વાયર લઈ ઘંટોડી ગામ તરફ આવી રહેલ છે. તેવી બાતમી મળતા ખાનગી ડ્રેસમા પોલીસ ગોઠવાઈ ગયેલ અને સદર આરોપી ઘંટોડી ગામ તરફ આવતા પોલીસે કોર્ડન કરી કેબલ વાયર મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ બાદ સદર આરોપીને પો.સ્ટે લાવી યુકતી પ્રયુક્તીથી પુછપરછ કરતા વડાલી પોલીસ સ્ટેશનના અનડીટેકટ કેબલ ચોરીના નીચે મુજબના ગુનાઓ પોતે કરેલ હોવાની કબૂલાત કરતો હોઇ

ડીટેક્ટ કરેલ ગુનાઓ

(૧) વડાલી પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૯૦૫૪૨૩૦૧૬૬/૨૦૨૩ તા.૧૫/૦૪/૨૦૨૩ ઈ.પી.કો કલમ.૩૭૯ મુજબ

(૨) વડાલી પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.૨.નં.૧૧૨૦૯૦૫૪૨૩૦૫૬૦/૨૦૨૩ તા.૨૪/૧૨/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૪૦૪૭,૩૭૯ મુજબ

(૩) વડાલી પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૯૦૫૪૨૪૦૫૯૦/૨૦૨૪ તા.૨૨/૧૨/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ

(૪) વડાલી પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૯૦૫૪૨૫૦૨૩૩/૨૦૨૫ તા.૦૫/૦૫/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ

કબ્જે કરેલ મુદ્દામાલ

કેબલ વાયર ૨૫૫ મીટર કિંમત રૂ. ૧૨૭૫૦ /-

આરોપીનુ નામ

નરેશભાઈ સેનાભાઈ મોતીભાઈ ઠાકોર ઉ.વ.૩૩ રહે.ધરોદ તા.વડાલી જી.સાબરકાંઠા

આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ

વડાલી પોલીસ સ્ટેશન પાર્ટ એ.ગુ.ર.નં.૧૧૨૦૯૦૫૪૨૨૦૩૫૧/૨૦૨૨ તા.૧૦/૦૬/૨૦૨૨ આઇ.પી.સી કલમ. ૩૭૯ મુજબ

આમ છેલ્લા ઘણા સમયથી અનડીટેક્ટ રહેલ ગુનાઓને ડીટેકટ કરવામા વડાલી પોલીસને સફળતા મળેલ છે સદર આરોપીને પકડી ઉપરોકત ગુનાના કામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તા.૧૯/૦૯/૨૦૨૫

કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ

(૧) પોલીસ ઇન્સપેક્ટર ડી.આર.પઢેરીયા

(૨) અ.હે.કો અજીતકુમાર સુરજીભાઈ બ.નં. ૨૮૪

(૩) અ.પો.કોન્સ ચેતનકુમાર માવજીભાઈ બ.નં.૬૪૯

(૪) આ.પો.કોન્સ ર્કીતીકુમાર દશરથભાઈ બ.નં-૭૧૫

Back to top button
error: Content is protected !!