GUJARATHALOLPANCHMAHAL

હાલોલ તાલુકાના 18 ક્લસ્ટર નું ગણિત વિજ્ઞાન પ્રદર્શન હાલોલ કુમાર શાળા ખાતે યોજવામાં આવ્યું

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૯.૯.૨૦૨૫

જીસીઇઆરટી ગાંધીનગર અને ડાયટ ગોધરા ના સહયોગ થી યોજાતા પ્રાથમિક શાળાઓ ના ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં હાલોલ તાલુકા ના 18 ક્લસ્ટર માં આજે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યા. જેમાં પ્રાથમિક શાળાઓ ના બાળ વૈજ્ઞાનિકો દ્વારા પાંચ વિભાગો માં અલગ અલગ કૃતિઓ રજુ કરવામાં આવી હતી. તો આ પ્રદર્શન માં ભાગ લેનારા વિદ્યાર્થીઓ ને દાતાઓ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.હાલોલ કુમાર શાળા ખાતે હાલોલ ક્લસ્ટર કક્ષાના યોજવામાં આવેલા આ પ્રદર્શનમાં કુલ 92 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને અલગ અલગ વિભાગોમાં કુલ 46 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં વિવિધ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક તેમજ યુનિવર્સિટીના ગણિત વિજ્ઞાન વિષય સાથે સંકળાયેલા તજજ્ઞો દ્વારા તમામ વિભાગોની કૃતિઓનું ઝીણવટ ભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અને પાંચે વિભાગોમાં પ્રથમ દ્વિતીય તેમજ તૃતીય ક્રમાંક ની કૃતિઓ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.હાલોલ ક્લસ્ટરમાં આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેનાર બાળકોને વિવિધ દાતાઓ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તો પાંચે વિભાગોમાં પ્રથમ ક્રમાંકે આવનાર કૃતિ રજૂ કરનાર બાળકોને સિલ્ડ આપવામાં આવ્યા હતા. તજજ્ઞો દ્વારા માત્ર કૃતિઓ તપાસવામાં જ ન આવી હતી પરંતુ આ તમામ કૃતિઓ ને આગળ વિજેતા થવા માટે જે માર્ગદર્શન આપવાનું હતું તે પણ આપવામાં આવ્યું હતું. ડાયટ ગોધરા થી પધારેલા આચાર્ય હઠીલાએ ખૂબ સુંદર આયોજન બદલ ક્લસ્ટર કો-ઓર્ડીનેટર તેમજ હાલોલ કુમાર શાળાના પ્રિન્સિપાલ દિનેશભાઈ પરમાર અને સ્ટાફને અભિનંદન આપ્યા હતા તો આ પ્રદર્શનમાં ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહિત કરવા માટે જે દાતાઓએ સહયોગ આપ્યો હતો તે તમામ દાતાઓનો પણ આ તબક્કે આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!