હાજી અહમદ મુન્શી આઇ.ટી .આઇ .ભરુચ માં (convocation ceremony)પદવી સમારોહ પ્રોગ્રામ યોજાયો
સમીર પટેલ, ભરૂચ
આજ રોજ 18/09/2025 મુન્શી મનુબરવાલા મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હાજી અહમદ મુન્શી આઈ .ટી.આઈ. માં convocation ceremony નો પ્રોગ્રામ રાખવા માં આવ્યો હતો .આ પ્રોગ્રામ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસની ઉજવણી જેને વિશ્વ કર્મા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેના ભાગરૂપે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. પ્રોગ્રામમાં મુખ્ય અતિથિ તરીકે VC શાહ પટેલ સર્વિસ લિમિટેડ દહેજના Executive HR ,દ્રષ્ટિ પટેલ મેડમ , કલરટેક્સ કંપની, વિલાયતના પ્રોડકશન મેનેજર વિરલ પ્રજાપતિ સાહેબ તેમજ HR Executive કિર્તિરાજ ડાભી સાહેબ,ટ્રસ્ટના ટ્રસ્ટી જનાબ યુનુસભાઈ પટેલ સાહેબ,જનાબ નિસાર સાહેબ,ટ્રસ્ટના એડ્મિન આરીફ સાહેબ, ઇન્ચાર્જ આચાર્યશ્રી, સ્ટાફમિત્રો અને તાલીમાથીઓ હાજાર રહ્યા હતાં. પ્રોગ્રામની શરૂઆત કલામે પાકની તિલાવતથી કરવામા આવી હતી ત્યારબાદ જનાબ યુનુસભાઈ સાહેબ દ્વારા વેલ-કમ સ્પીચ દ્વારા મહમનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું અને પ્રોગ્રામમા પધારેલા મહેમાનોનું પુષ્પગુચ આપી અને સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યુ. સંસ્થાના અડ્મિન સાહેબએ પ્રોગ્રામનો હેતુ અને ડિગ્રી મળ્યા બાદ નોકરી મેળવવા માટે જરૂરી સેફટી અને ડિસિપ્લિન બાબતે તાલીમાર્થીઓને માહિતગાર કર્યા હતાં. વિવિધ ઇન્ડસ્ટ્રીઝમાંથી પધારેલા મહેમાનોએ ઇન્ડસ્ટ્રીઝમાં જરૂરી સ્કીલ અને પ્રમાણિકતા બાબતની માહિતી તાલીમાર્થીઓને આપી હતી. તાલીમ મેળવેલા વિધ્યાર્થીઓ એ સંસ્થા માં પોતાના બે વર્ષના અનુભવ વ્યક્ત કર્યા હતાં, ત્યાર બાદ પ્રથમ અને દ્રીતય ક્રમક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતાં. પ્રોગ્રામને પુર્ણાવૃતિ તરફ લઈ જતાં લૂકમાન સાહેબએ આભાર વિધિ કરી હતી અને તમામ પ્રોગ્રામ નું સંચાલન યુસુફભાઈ માતાદાર સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું.