AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં વઘઈ નગરમાં અકસ્માત:-મજૂરી કામ કરતા વ્યક્તિનું સીડી પરથી પડી જવાથી કરૂણ મૃત્યુ નીપજ્યુ..

વાત્સલ્યમ્ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં વઘઈ ખાતે નવી બની રહેલી લાઇબ્રેરી બિલ્ડીંગમાં મજૂરી કામ કરી રહેલા એક વ્યક્તિનું સીડી પરથી પડી જવાથી કરૂણ મૃત્યુ થયું છે.આ ઘટના અંગે વઘઈ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કેવડીગામ ડુંગરી ફળિયામાં રહેતા રમેશભાઈ છગનભાઈ કડવા (ઉ.વ. ૫૨) છેલ્લા કેટલાક દિવસથી વઘઈમાં નવી બની રહેલી લાઇબ્રેરી બિલ્ડીંગનાં બાંધકામમાં મજૂરી કામ કરતા હતા.શુક્રવારે બપોરે તેઓ ગ્રાઉન્ડ ફ્લોર પર સીડી મૂકીને વાયરિંગનું કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક તેમને ચક્કર આવી જતાં તેઓ સીડી પરથી નીચે પટકાયા હતા. આ ઘટનામાં તેઓને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા.ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ૧૦૮ની મદદથી તેમને વઘઈની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.જોકે, ફરજ પરના ડોક્ટરે તપાસ કરતાં તેમને મૃત જાહેર કર્યા હતા.રમેશભાઈના મૃત્યુના સમાચાર મળતા જ તેમના પરિવારજનો અને સંબંધીઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયા હતા.આ બનાવને પગલે મૃતકનાં પત્ની હર્શિદાબેન કડવાએ વઘઈ પોલીસ મથકે અક્સ્માત મોત અંગેની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

તસ્વીર- પ્રતિકાત્મક

Back to top button
error: Content is protected !!