સાબરકાંઠા ઈડર ના ચાંડપ ગામની સીમમાં દીપડો કૂવામાં ખાબક્યો…
સાબરકાંઠા….
સાબરકાંઠા ઈડર ના ચાંડપ ગામની સીમમાં દીપડો કૂવામાં ખાબક્યો…
વન તંત્ર દ્વારા રેસ્ક્યું કરી સુરક્ષિત સ્થળે છોડવામાં આવ્યો…
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાનો મોટાભાગનો વિસ્તાર ડુંગરિયાડ વિસ્તાર આવેલો છે. ઇડર શહેર તાલુકામાં મોટાભાગના ડુંગર અને જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે. ડુંગરમાં વસવાટ કરતાં વન્ય પ્રાણીઓને લઈ બંને પ્રાણીઓને સુરક્ષા માટે થઈને વન વિભાગ સામે વિવિધ સવાલો ઉદભવી રહ્યા છે. ખાસ કરીને ઇડર તાલુકામાં દીપડાનો વસવાટ વધુ હોવાની અવારનવાર માહિતી પ્રાપ્ત થતી હોય છે અને રહેણાંક વિસ્તારમાં તેમજ ડુંગર વિસ્તારમાં લટાર મારતા દીપડા પણ નજરે પડતા હોય છે. ત્યારે વન્ય પ્રાણીઓને સુરક્ષાને લઈ વન વિભાગ દ્વારા ડુંગરની તળેટી તેમજ તેના આસપાસ નો વિસ્તાર કોર્ડન કરવાનો થતો હોય છે. જે વિસ્તાર વન્ય પ્રાણીઓની સુરક્ષા ને ધ્યાને લઈન કરવાનો થતું હોય છે ત્યાં ફક્ત કાગળ પર કામગીરી કરવામાં આવતી હોય તે પ્રકારની રાવ પણ ઉઠવા પામી છે. ત્યારે શનિવારની વહેલી સવારે ઇડરના ચાંડપ ગામની સીમમા આવેલ ખેતરના કૂવામાં દીપડો ખાબક્યો હોવાની માહિતી પ્રાપ્ત થતાં ધટના સ્થળે લોકોનાં ટોળેટોળા એકઠા થયા હતા. ગામની સીમ ના કૂવામાં દીપડો ખાબક્યો હોવાની માહિતી મળતા સ્થાનિકો અસ્મન્શજ માં મુકાયા હતા. ત્યારે ગામની સીમમાં આવેલ કુવામાં દિપડો ખાબકતા સ્થાનિકો સહીત ખેડૂતોમાં ભય જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી આ વિસ્તારમાં દીપડા જોવા મળી રહ્યાં છે જોકે સફાળુ ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરી સુરક્ષિત સ્થળે છોડવાની બદલે લોકોની રજૂઆતોને નજર-અંદાજ કરવામાં આવી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. કુવામાં ખાબકેલ દીપડો પાઇપ ના સહારે જીવ બચાવવા માટે પાણીમાં હવાતિયાં મારતો પણ નજરે પડ્યો હતો. ત્યારે મળતી માહિતી મુજબ શિકાર કરવા જતા દિપડો કૂવામાં ખાબક્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે. ત્યારે કુવામાં ખાબકેલા દીપડાના સમાચારને લઈ કુંભકરણની નિંદ્રામાં શુંતું ઈડર વન વિભાગ ઘટના સ્થળે પહોંચી પાણીમાં હવાતીયા મારતા દીપડાને બહાર કાઠવા માટે રેશક્યુંની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મહત્વની બાબત એ છે કે ઇંદર સહિત આસપાસના વિસ્તારોમાં અવારનવાર દીપડા જોવા મળતા હોય છે તેને લઈને લોકોમાં ભય પણ રહેતો હોય છે અને વન વિભાગ ને જાણ પણ કરવામાં આવતી હોય છે ત્યારે શનિવારે વહેલી સવારે ખેતરનાક કુવામાં દીપડો ખાબકતા ખેડૂતોમાં પણ ફફડાટ ફેલાયો છે. જોકે સ્થાનિકોની માંગ છેકે અવાર નવાર વન્ય પ્રાણીઓના ભયના ઓથાર વરચે રહેતા લોકોને દીપડાથી ક્યારે સુરક્ષિત અહેસાસ થાય છે તે ખુબ મહત્વનું બની રહે છે. હાલ સરકારી કચેરીના એસીનો મોહ છોડી ચાંડપ ગામની સીમના કુવામાં ખાબકેલા દીપડાનું સુરક્ષિત રેશક્યું કરી તેને સુરક્ષિત સ્થળે છોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે….
જયંતિ પરમાર સાબરકાંઠા