ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ યુવાનોને ડ્રગ્સના દળદલમાં ધકેલનારા તત્વોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં – હર્ષ સંઘવી

આણંદ યુવાનોને ડ્રગ્સના દળદલમાં ધકેલનારા તત્વોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં – હર્ષ સંઘવી

તાહિર મેમણ – આણંદ – 06/01/2025 – આણંદ ABVP ગુજરાતના 57મા પ્રદેશ અધિવેશનનો આજથી આણંદમાં ભવ્ય પ્રારંભ થયો છે. 3 દિવસીય આ કાર્યક્રમનું ઉદ્ઘાટન હર્ષ સંઘવીએ કર્યું હતું. દરમિયાન તેમણે સંબોધનમાં કહ્યું હતું કે, યુવાનોને ડ્રગ્સના દળદલમાં ધકેલનારા તત્વોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. આ ઉદ્ઘાટન સત્રમાં રાજ્યભરમાંથી 1,500 જેટલા વિદ્યાર્થી નેતાઓ સહભાગી થયા છે, જેમાં આગામી વર્ષ માટે સંગઠનની કાર્યદિશા અને શિક્ષણ ક્ષેત્રના સુધારા અંગે મંથન કરવામાં આવશે.

શિક્ષણમાં સુધારા અને વિદ્યાર્થી હિત મુખ્ય એજન્ડા આ અધિવેશનનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણ પ્રણાલીમાં જરૂરી સુધારા લાવવા અને વિદ્યાર્થીઓના હિત માટે સક્રિય કામગીરી કરવાનો છે. શિક્ષણ દ્વારા સમાજમાં પરિવર્તન કેવી રીતે લાવી શકાય તે મુદ્દે અહીં ગહન વિચારણા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ABVPની વર્ષભરની પ્રવૃત્તિઓનો રોડમેપ આ વાર્ષિક અધિવેશનમાં જ તૈયાર કરવામાં આવે છે. ડ્રગ્સના દૂષણ સામે હર્ષ સંઘવીની કડક ચેતવણી કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ યુવા શક્તિ અને રાષ્ટ્ર નિર્માણ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, વડવાઓએ યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે જીવન ખપાવ્યું છે, ત્યારે જવાબદાર યુવા નેતાઓએ એ સપના સાકાર કરવા મહેનત કરવી પડશે. ડ્રગ્સની સમસ્યા અંગે આક્રમક વલણ અપનાવતા તેમણે કહ્યું કે, નશાના રવાડે ચઢેલા યુવાનોને 75 દિવસની સારવાર આપી મુખ્યધારામાં પરત લાવવામાં આવશે, પરંતુ યુવાનોને ડ્રગ્સના દળદલમાં ધકેલનારા તત્વોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.

Back to top button
error: Content is protected !!