શ્રી શિવશક્તિ મા અને ઉ.મા. વિદ્યાલય ખારીયા ખાતે ઓગડ તાલુકા કક્ષાનો શાળાકીય રમોત્સવ યોજાયો.
ઓગડ તાલુકામાં પ્રથમ વખત શાળાકીય રમોત્સવ.ખો-ખો રમતનું આયોજન ખારીયા શ્રી શિવશક્તિ વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું.

શ્રી શિવશક્તિ મા અને ઉ.મા. વિદ્યાલય ખારીયા ખાતે ઓગડ તાલુકા કક્ષાનો શાળાકીય રમોત્સવ યોજાયો.
————————————————————————
ખો-ખો રમોત્સવમા ૬૧૨ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો..આચાર્ય પ્રહલાદભાઈ પ્રજાપતિ..
————————————————————————
ઓગડ તાલુકામાં પ્રથમ વખત શાળાકીય રમોત્સવ.ખો-ખો રમતનું આયોજન ખારીયા શ્રી શિવશક્તિ વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું.
————————————————————————
ઓગડ તાલુકાના ખારીયા ખાતે આવેલ શ્રી શિવશક્તિ કેળવણી મંડળ સંચાલિત શ્રી શિવશક્તિ મા.અને ઉ.મા. વિદ્યાલય ના પટાંગણમા શાળાકીય ખો-ખો રમતનું આયોજન ૨૧ મી જુલાઈ ૨૦૨૬ ના રોજ કરવામાં આવ્યું જેમાં (૧) અંડર-૧૪ મા ભાઈઓની ૧૭ ટીમો (૨) અંડર-૧૪ મા બહેનો ની ૧૭ ટીમો (૩) અંડર-૧૭ મા ભાઈઓની ૭ ટીમો (૪) અંડર-૧૭ મા બહેનોની ૭ ટીમો (૫) અંડર-૧૯ મા ભાઈઓની ૨ ટીમ એમ ટોટલ ૫૦ ટિમોએ ભાગ લીધો હતો. ઉત્સાહભેર ભાગ લઈ અંડર – ૧૪ ભાઈઓ પીએમશ્રી પગાર કેન્દ્ર શાળા ખારીયા,અંડર- ૧૭ ભાઈઓ શ્રી શિવ શક્તિ મા.અને ઉ.મા.વિધાલય ખારીયા,અંડર-૧૯ ભાઈઓ સ્વસ્તિક વિદ્યાલય થરા,અંડર -૧૪ બહેનો ઉણ હાઈસ્કૂલ, અંડર -૧૭ બહેનો ઉણ હાઈસ્કૂલના વિધાર્થીઓએ તાલુકામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હતું. વિધાર્થીઓને બળપુરૂ પાડવા ખારિયા સરપંચ કનુભા વાઘેલા,ઉપસરપંચ ભારતીબેન ઠાકોર,પૂર્વસરપંચ અંદરસંગ વાઘેલા,તાલુકા પંચાયતસદસ્ય કનુભા વાઘેલા,વિક્રમસિંહ વાઘેલા, શ્રી શિવશક્તિ મા.અને ઉ.મા.વિદ્યાલય ના આચાર્ય કીર્તિસિંહ વાઘેલા, શિક્ષિકા નિયતિબેન દીપકભાઈ જોષીપીએમશ્રી ખારીયા પગાર કેન્દ્ર શાળાના આચાર્ય પ્રહલાદભાઈ પ્રજાપતિ ઊણ,પ્રકાશભાઈ પટેલ,થરા ૧ પેટા કેન્દ્ર શાળા પીએમશ્રી ગુજરાતના આચાર્ય રમેશભાઈ ત્રિવેદી,પીએમશ્રી અનુપમ શાળા નં-૨ થરાના PT શિક્ષક રણવીરસિંહ વાઘેલા,ચાંગા મા.શાળાના આચાર્ય દયારામભાઈ જોષી, નચિકેતા સંસ્કારધામ થરાના સંજયભાઈ ચૌધરી, ઊણ પ્રા.શાળાના આચાર્ય સિદ્ધરાજસિંહ ઝાલા,શિક્ષક નિલેશભાઈ પટેલ સહિત તમામ કન્વીનરો, ગામલોકો અને વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ઓગડ તાલુકામાં સૌપ્રથમ વખત યોજાયેલા રમોત્સવમા બાળકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો.ગ્રામીણ રમતોને પ્રોત્સાહન મળે અને બાળકો માં રમત ગમતની ભાવના જાગે તેવો આ ઉત્સવ ખરેખર પ્રેરણાદાયી હતો.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530





