અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મેઘરજ : ઇસરી પોલીસ સ્ટેશન ના એક સાથે 17 પોલીસ કર્મીઓ ની બદલી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે થઈ
48 કર્મીઓ અને 2 અધિકારીઓ ની મહેકમ સામે હાલ 28 કર્મચારી અને 2 અધિકારીઓ હાજર પર, ટ્રાઈબલ વિસ્તારમાં ક્રાઈમ નો દર વધુ..!
અરવલ્લી જિલ્લામાં ટ્રાઈબલ વિસ્તારમાં આવેલ અને રાજેસ્થાન ની બોર્ડર ની સીમાએ આવેલ મેઘરજ તાલુકામાં ઇસરી પોલીસ સ્ટેશન કે જે ઇડર સ્ટેટ સમયનું પોલીસ મથક તરીકે કાર્યરત છે. અને 2011 થી પોલીસ સ્ટેશન નો દરજ્જો પ્રાપ્ત થયેલ છે અને નિયત મુજબ પોલીસ સ્ટેશન 48 કર્મચારી અને 2 અધિકારીઓ ની મહેક ધરાવતું પોલીસ સ્ટેશન છે.
નવીન જિલ્લા પોલીસ વડા આવતાની સાથે વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ પકડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે અને દારૂના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.
મેઘરજ તાલુકાના ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારના એક સાથે 17 જેટલા પોલીસ કર્મીઓ ની જાહેર હિતમાં એક સાથે અને એક જગ્યાએ બદલી કરી દેવામાં આવ્યા છે. જેમાં બદલી કરેલ કર્મચારીઓ ને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે બદલી કરી હોવાનો હુકમ કરવામાં આવ્યો છે ત્યારે જિલ્લા પોલીસ વડા તરીકે ચાર્જ સંભાળતા ની સાથે જ હવે કર્મચારીઓ ની બદલીઓ નો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે. હાલ ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 76 જેટલા ગામડાઓને આવરી લેતું એક માત્ર વિસ્તાર નું પોલીસ સ્ટેશન છે જ્યાં ટ્રાઈબલ વિસ્તાર વધુ હોવાથી કેટલીક વાર ક્રાઈમ ના કેસોમાં વધારો થતો હોય છે હાલ બદલી કર્યા પછી માત્ર 28 જેટલા કર્મચારીઓ અને 2 અધિકારીઓ ફરજ પર છે. બદલી કરેલ કર્મચારીઓની સામે બીજા કર્મચારીઓ ને મુકવામાં આવે તે પણ જરૂરી છે જેથી કરી વિસ્તાર મોટો હોવાથી કામગીરી થઈ શકે. પરંતુ જે પ્રકારે એક સાથે 17 કર્મીઓ ની બદલી એક જ જગ્યાએ કરી દેતા પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે