GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના સણસોલી આંગણવાડી કેન્દ્રો પર ભાજપ મંડળ દ્વારા કુપોષિત બાળકો માટે પોષણયુક્ત કીટનુ વિતરણ.

 

તારીખ ૨૦/૦૯/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કુપોષણનું ભારણ ઘટાડવા સમગ્ર ગુજરાત રાજ્યમાં કુપોષણ મુક્ત ગુજરાત મહા અભિયાન મિશન મોડ પર શરૂ કરવામાં આવેલું છે. બાળકોમાં જોવા મળતુ કુપોષણ એ બાળકોમાં ફક્ત મૃત્યુદર તથા બિમારીનાં પ્રમાણમાં વધારા માટે જ નહિ પણ અપુરતા વૃદ્ધી, વિકાસ, નબળા શારીરિક અને માનસિક વિકાસ માટે પણ જવાબદાર છે. પોષણ અભિયાન 8મી માર્ચ, 2018ના રોજ કુપોષણ મુક્ત ભારતના સંકલ્પ સાથે શરૂ કરવામાં આવ્યું હતું.આ અભિયાનનો હેતુ દેશમાંથી તબક્કાવાર કુપોષણ ઘટાડવાનો અને 0 થી 6 વર્ષના બાળકો, કિશોરીઓ, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓની પોષણની સ્થિતિમાં સુધારો લાવવાનો છે. ત્યારે કાલોલ તાલુકાની સણસોલી આંગણવાડી કેન્દ્રો પર ભાજપ મંડલ દ્વારા આંગણવાડી કેન્દ્રો પર કુપોષિત બાળકો માટે પૌષ્ટિક યુક્ત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભાજપ પ્રદેશ તરફથી આવેલી આ કીટોનું ભાજપ મંડલ ના‌ સભ્ય ઉપસ્થિત રહેલા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ,મહામંત્રી વિરેન્દ્રસિંહ પરમાર અને મહામંત્રી નરેન્દ્રસિંહ જાદવ ભારતીય જનતા પાર્ટીના કોષાધ્યક્ષ મુકેશસિહ સોલંકી ભારતીય જનતા પાર્ટી પૂર્વ તાલુકા ઉપપ્રમુખ વિજયસિંહ રાઠોડ યુવા કાર્યકર કિરપાલસિંહ રાઠોડ યુવા મોરચાના મહામંત્રી હર્ષ વ્યાસ દ્વારા આંગણવાડી કેન્દ્ર પર જઈ ત્યાંના કુપોષિત બાળકોના સ્વાસ્થયના વિકાસ અને સરકારના મિશન કુપોષિત મુક્ત અભિયાનને આગળ વધારવા માટે કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!