GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ કુમાર શાળામાં ક્લસ્ટર કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં ક્લસ્ટર ની આંઠ શાળાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

 

તારીખ ૨૦/૦૯/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ કુમાર શાળા ખાતે સી.આર.સી કાલોલ કુમાર ક્લસ્ટર કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 2025 કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ મકવાણા ના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગઈ જેમાં કાલોલ નગર ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ પારેખ અને અને કોર્પોરેટર યુવરાજસિંહ રાઠોડ ની વિશેષ ઉપસ્થિતિમાં અને crc co નરેન્દ્રભાઈ અને આચાર્ય રાકેશ ઠાકર દ્વારા એમનું સ્વાગત કરી રીબીન ખોલી વિધિવત ખુલ્લું મુકવામાં આવ્યું હતું જેમાં કાલોલ કુમારશાળા ખાતે ક્લસ્ટરની આઠે આઠ શાળાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જ્યાં પ્રદર્શનમાં કુલ પાંચ વિભાગની થઈને 14 કૃતિઓ અલગ અલગ વિભાગમાં પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી.તેમાં ચાલીસેક બાળકોએ પ્રદર્શનમાં હર્ષ સાથે ભાગ લીધો અને પોતાના વૈજ્ઞાનિક અભિગમોને સર્વ સમક્ષ ઉજાગર કર્યા.તમામ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને તેમની જિજ્ઞાસા ને વાચા આપતા મોડેલ્સ રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં નિર્ણાયક ની ભૂમિકામાં મધવાસ શાળાના આચાર્ય કિરણભાઈ અને સરસ્વતી હાઈસ્કૂલના ગણિત વિજ્ઞાન શિક્ષક વિપિનભાઈ રાઠવા તેમજ કુમાર શાળાના આચાર્ય રાકેશ ઠાકરે ભજવી હતી અને વિભાગ એકમાં કાલોલ કુમાર શાળા પ્રથમ સ્થાને વિભાગ-2 માં કાતોલ શાળા પ્રથમ સ્થાને વિભાગ ૩ માં ઉર્દુ શાળા, વિભાગમાં 4 માં કાલોલ કુમાર શાળા અને વિભાગ 5 માં મધવાસ શાળાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો જ્યાં સૌ વિજેતાને સી.આર.સી.કાલોલ કુમાર દ્વારા શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમ જ ભાગ લેનાર તમામ બાળકોને ચોપડો પેન અને સર્ટિફિકેટ આપી એમના ઉત્સાહમાં વધારો કરવામાં આવ્યો હતો કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યુ હતું જ્યાં સમગ્ર કાલોલ કુમાર શાળા ના સ્ટાફ વતી સૌ આવનાર મહેમાનને અભિવાદિત કરી.ખુશી અનુભવી હતી કાર્યક્રમનું સફળ સંચાલન જયદીપસિંહ વાઘેલાએ કર્યું.

Back to top button
error: Content is protected !!