MORBI મોરબી પોલીસને બાતમી આપ્યાની અશંકા રાખી યુવક ઉપર ચાર શખ્સોએ હુમલો કર્યો
MORBI મોરબી પોલીસને બાતમી આપ્યાની અશંકા રાખી યુવક ઉપર ચાર શખ્સોએ હુમલો કર્યો
મોરબીની જનકપૂરી સોસાયટીમાં રહેતો આરોપી અગાઉ હથિયારના ગુનામાં પકડાયો હતો જેની પોલીસને જાણ કર્યાની શંકા અને ખાર રાખી બે અજાણ્યા સહીત ચાર આરોપીઓએ યુવાનને માર મારી છરીના ત્રણ ઘા ઝીકી ઈજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબીની જનકપૂરી સોસાયટીના રહેવાસી મનોજભાઈ ઉર્ફે શાનીભાઈ બળદેવભાઈ સોલંકી (ઉ.વ.૪૦) વાળાએ આરોપીઓ પાર્થ અમિતભાઈ અને અમિતભાઈ બંને જનકપૂરી સોસાયટી તથા બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી અમિતભાઈ અગાઉ હથિયારના ગુનામાં પકડાયો હતો જેની પોલીસમાં ફરિયાદીએ જાણ કર્યાની શંકા હોય જેનો ખાર રાખીને પાર્થ અને અમિતે ધોકા વડે માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ફોન કરી બે અજાણ્યા ઇસમોને બોલાવ્યા હતા અને ચારેય ઇસમોએ ગાળો આપી પકડી રાખી છરીના ત્રણ ઘા ઝીકી ઈજા કરી હતી મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે