GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી નેશનલ હાઈવે પર વરસાદ ના લીધે ખાડા પડવાથી આમ આદમી પાર્ટી દ્વારા તંત્ર પર ભષ્ટ્રાચાર નાં આક્ષેપ

 

MORBI:મોરબી નેશનલ હાઈવે પર વરસાદ ના લીધે ખાડા પડવાથી આમ આદમી પાર્ટી દ્વારા તંત્ર પર ભષ્ટ્રાચાર નાં આક્ષેપ

 

 

મોરબીમાં ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલા નેશનલ હાઈવે પરથી અનેક વહાનો અવરજવર કરે છે. આ હાઈવે માળીયા ફાટક ઓવરબ્રિજ થી માળીયા શહેર સુધી થોડાજ વરસાદમાં પાણી ના ભરાવા ના લીધે ખાડા પડી ગયા છે.જે ખાડા માં નાના વહાનો નું અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ થઈ છે. હાઈવે પર થી પીપળી રોડ પર જવા માટે જે ડીવાઈડર છે તે ડીવાઈડર ના વણાંક માં જ એટલો મોટાં અને ઉંડા ખાડા છેકે તેમાં બાઈક અને કાર જેવા વહાનો નું અકસ્માત થઈ શકે એવી પરિસ્થિતિ છે . ત્યારે આમ આદમી પાર્ટી ના જીલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા તંત્ર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે આ હાઈવે પર ખુબ મોંધુ ટોલનાકું છે અને અઢળક રૂપિયા ટોલનાકા દ્વારા ઉઘરાવવામાં આવે છે છતાં જો મેઈન હાઈવે પર ખાડા પડી જતાં હોય તો આ રૂપિયા ભષ્ટ્રાચારી પોતાના ખીસ્સા ભરતાં હોય તેવું લાગે છે.. આ ખાડા જો હાઈવે ઓથોરિટી દ્વારા રી સરફેસ કરી વ્યવસ્થિત રીતે પુરવામાં ની માંગ કરવામાં આવી છે. ભવિષ્યમાં આવાં ખાડા ન પડે તે માટે હાઈવે ઓથોરિટી ને હાઈવે પર વરસાદ નું પાણી ન ભરાય તેવી રજૂઆત કરવામાં આવી છે…

Back to top button
error: Content is protected !!