ગાંધીધામ તાલુકાના ગળપાદર સી.આર.સી. કલસ્ટરમાં ગણિત – વિજ્ઞાન પ્રદર્શન બાળમેળા યોજાયો.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.
ગાંધીધામ,તા-૨૦ સપ્ટેમ્બર : જી.સી. ઈ. આર. ટી. ગાંધીનગર અંતર્ગત પ્રેરિત અને મહારાણીશ્રી ગંગાબા સાહેબ ડાયેટ ભુજના માર્ગદશન નીચે ગાંધીધામ તાલુકાના ગળપાદર સી.આર.સી ક્લસ્ટર કક્ષાનો ગણિત – વિજ્ઞાન પ્રદર્શન મેળો શ્રીગાયત્રી કૃપા સોસાયટી પ્રાથમિક શાળામાં ગળપાદર ક્લસ્ટરના ખુબજ એક્ટિવ સી.આર.સી. શ્રીદિલીપભાઈ આસોડિયાના સંચાલન અને માર્ગદર્શન નીચે યોજાયો હતો.આ કાર્યક્રમમાં ગળપાદર સી.આર.સી.ની પાંચ શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં કુલ 13 ગણિત – વિજ્ઞાનની કૃતિઓ હતી. અને આ કૃતિમાં કુલ 26 બાળકોએ ભાગ લીધો હતો. તેમાં 20 જેવા શિક્ષકોએ ભાગ લીધો હતો અને 2 શિક્ષકો નિર્ણાયક તરીકે ભાગ લીધો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવવા બાળકોના માર્ગદશક તરીકે કુલ 6 શિક્ષકો એ ભાગ લઇને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..આ કાર્યક્રમની શરૂઆત સરસ્વતી ગુરુવંદનાથી કરી મહેમાનો દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ગળપાદર ક્લસ્ટરના સી.આર.સી. શ્રી દિલીપભાઈ આસોડિયા દ્વારા ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી શાલ, પુસ્તક, અને પુષ્પગુંજથી સન્માન કરવામાં આવ્યું હતું.આ તકે આ કાર્યક્રમને સફળ બનાવવા કચ્છ જિલ્લાના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કાર્યકારી અધ્યક્ષ શ્રી ભરતભાઈ ધરજીયા, ગાંધીધામ તાલુકાના શિક્ષક સંઘના પ્રમુખ અને પૂર્વ Tpeo અને હાલના બીટ નિરીક્ષક એવા શ્રી હિમાંશુભાઈ સીજુ, ગાંધીધામ તાલુકાના BRC લાલજીભાઈ ઠક્કર, ABRSM ગાંધીધામ તાલુકાના મહામંત્રી રમેશભાઈ પ્રજાપતિ, શિક્ષક સંઘના મહામંત્રી પંકજભાઈ પટેલ, ગળપાદર કલસ્ટરના સી.આર.સી. દિલીપભાઈ આસોડિયા, ગાંધીધામ તાલુકાના બી.આર.પી. સતીષભાઈ પંચાલ, દિવ્યાંગ બાળકો માટે હંમેશા ખડેપગે રાત દિવસ ઊભા રહેતા એવા પ્રવિણસિંહ મોરી, RSMના રાજ્ય પ્રતિનિધિ શ્રી મહેશભાઈ વાઘેલા, કચ્છ જિલ્લાના H-TAT સંઘના કાર્યકર્તા શ્રી નટવરભાઈ ચૌધરી, મહેન્દ્રભાઈ સોલંકી, શ્રીમતી રિંકુબા જાડેજા, કેરૂલભાઈ પટેલ, શ્રીમતી અંકિતાબેન પટેલ, શ્રીમતી વંદનાબેન સથવારા, મેહુલભાઈ, રવજીભાઈ વાઘેલા, તથા અન્ય શિક્ષકો હાજર રહ્યા હતા.આ કાર્યક્રમ બાદ ગણિત – વિજ્ઞાન પ્રદર્શન મેળામાં ભાગ લેતા તમામ બાળકોને ગળપાદર કલસ્ટરના સી.આર.સી. શ્રીદિલીપભાઈ આસોડિયા દ્વારા દરેક બાળક, નિર્ણાયકો, માર્ગદર્શક શિક્ષક ગુરુજનોને શિલ્ડ, પ્રમાણપત્ર, બોલપેન આપી સન્માન કરી આ કાર્યક્રમમાં ભાગ લેનાર દરેકને ચા – પાણી અને નાસ્તો કરાવી આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો..