GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
નવરાત્રી ના પવિત્ર તહેવાર અંગે અણછાજતી કોમેન્ટ કરી રીલ બનાવનાર કાલોલના લઘુમતી કોમના યુવાન વિરુદ્ધ ફરિયાદ.
તારીખ ૨૦/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
આગામી દિવસોમાં પવિત્ર નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે ત્યારે નવરાત્રી ના દિવસોમાં માહોલ ખરાબ કરવા અને બહુમતી સમાજની લાગણી દુભાવતો, બહુમતી સમાજની બહેન દીકરીઓ વિરુદ્ધ અણછાજતી કોમેન્ટ કરી,” આવતા જતા જરા નજર તો નાખતા જજો” ના ગીત ઉપર રીલ બનાવી ઈન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કરનાર કાલોલના લઘુમતી સમાજના યુવાનની આ રીલ સામે હિન્દુ સમાજ દ્વારા પગલાં ભરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. ગુરુવારે સમગ્ર મામલો સામે આવ્યા બાદ કાલોલ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી રીલ બનાવનાર યુવાનને ઝડપી પાડ્યો હતો. પોલીસે શાંતી અને સલામતી ને જોખમમાં મુકી ધાર્મીક લાગણી દુભાવવા બદલ આ યુવાન સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.