પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે આયોજિત “શક્તિ શબદ” કાર્યક્રમમાં સૌએ સ્વચ્છતા જાળવવાના લીધા શપથ
તા.20/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શહેર વ્યાપી વ્યાપક સફાઈ અને જાગૃતિ કરણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ અભિયાનના ભાગરૂપે મહાનગર પાલિકાના કર્મચારીઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રાત્રી સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું જેમાં રસ્તા રસ્તા, શેરીઓ, ગલીઓમાં સફાઈ કાર્ય કરવામાં આવ્યું હતું આ અભિયાનના ઉદ્દેશ્યને વધુ મજબૂત બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા સંચાલિત પંડિત દીનદયાળ ટાઉનહોલ ખાતે “શક્તિ શબ્દ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકો કર્મચારીઓ અને સ્વયં સેવકોએ સામૂહિક રીતે સ્વચ્છતા જાળવવાની શપથ લીધી હતી જેમાં શહેરને કચરા મુક્ત કરીને આદર્શ નગર તરીકે વિકસાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી આ અભિયાનના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા શહેરના રસ્તાઓ પર ડામર પેચવર્ક કાર્ય પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના અંતે મહાનગરપાલિકાના કમિશનર અને નાયબ કમિશનર સહિતના અધિકારીઓએ શહેરી વિસ્તારોમાં ચાલુ ડામર રોડ પેચવર્ક કાર્યોનું માર્ગદર્શન કરવા માટે સ્થળની મુલાકાત લીધી હતી અને કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી મહાનગરપાલિકા દ્વારા આવા કાર્યક્રમો દ્વારા નાગરિકોને સ્વચ્છતા અને વ્યવસ્થા જાળવવા પ્રોત્સાહિત કરવામાં આવે છે જેથી સુરેન્દ્રનગર શહેર વધુ આદર્શ અને સુંદર નગર બને.