અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયામાં મેઘરજ તાલુકામાં રેલ્લાંવાડા ખાતે આરોગ્ય સેવા કેમ્પ યોજાયો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રેલ્લાવાડા ગામે આરોગ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ આરોગ્ય સેવા કેમ્પમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર તથા અરવલ્લી જિલ્લા પ્રમુખ પ્રિયંકાબેન ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં વિવિધ નિષ્ણાત ડોક્ટરો દ્વારા ગામજનોની આરોગ્ય તપાસણી કરવામાં આવી. મેઘરજ જલારામ આરોગ્ય મંડળ દ્વારા પણ સેવા કેમ્પમાં સહકાર આપવામાં આવ્યો હતો.આરોગ્ય સેવા કેમ્પનો લાભ લેવા માટે ગામજનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આજુ બાજુ ગામના દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પ દરમિયાન દર્દીઓને જરૂરી નિઃશુલ્ક દવાઓ તેમજ આંખોના ચશ્માંનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ વડાપ્રધાનના જન્મદિવસે ઉજવાતા સેવા પખવાડિયા અંતર્ગત લોક કલ્યાણ માટેનું એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું હતું.