હિંમતનગરમાં 108 કર્મચારીઓએ પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
હિંમતનગરમાં 108 કર્મચારીઓએ પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
**
સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર સહકારી જીન રોડ પર બનેલા અકસ્માતમાં 108 તાત્કાલિક સેવા તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. આ દરમિયાન 108 મા ફરજ બજાવતા ઈ.એમ.ટી. ભાર્ગવકુમાર પટેલ અને પાયલટ રિતેશ પટેલ દ્વારા પોતાની ફરજ સાથે માનવતા અને પ્રામાણિકતાનું અનોખું કાર્ય કર્યું હતું.
અકસ્માતમાં ઘાયલ થયેલા દર્દી પાસે રહેલી કિંમતી વસ્તુઓ – અંદાજે 2.5 તોલાનો સોનાની ચેઇન, 1 મોબાઈલ ફોન અને 1 ચાવી – કુલ લગભગ રૂ. 2,50,000/- ની કિંમતનો સામાન સુરક્ષિત રીતે પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.
આ પ્રસંગે 108 ના કર્મચારીઓએ ફરજ સાથે માનવતા, ઈમાનદારી અને જવાબદારીની ભાવનાનું પ્રદર્શન કરી સમાજમાં પ્રામાણિકતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સાબરકાંઠા જિલ્લામાં આપાતકાલીન સેવા તરીકે 108 એમ્બ્યુલન્સ માત્ર દર્દીઓને સારવાર માટે જ નહિ, પરંતુ નાગરિકોની કિંમતી સંપત્તિની સુરક્ષા માટે પણ વિશ્વાસપાત્ર સાબિત થઈ રહી છે.
જયંતિ પરમાર સાબરકાંઠા