DEDIAPADANARMADA

સાગબારા – નંદુરબારથી ભાવનગર 47 હજાર નો દારૂ લઇ જતાં બે ઝડપાયા

સાગબારા – નંદુરબારથી ભાવનગર 47 હજાર નો દારૂ લઇ જતાં બે ઝડપાયા

 

તાહિર મેમણ – ડેડીયાપાડા – 20/09/2025 – સાગબારા પોલીસે નંદુરબારથી સૌરાષ્ટ્રના ભાવનગર લઇ જવાતા વિદેશી દારૂ સાથે બે ઇસમોને ઝડપી પાડયાં છે.

મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો ઘનશેરા ચેકપોસ્ટનો ઉપયોગ કરતાં હોવાથી પોલીસ પણ સતર્ક રહે છે. સાગબારા પોલીસને નંદુરબારથી દારૂનો જથ્થો ગુજરાતમાં આવવાનો હોવાની માહિતી મળતાં વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસે ભાવનગરના હિતેશ રાઠોડ અને દિપક દાઠીયાની તલાશી લેતાં તેમની પાસેથી દારૂની 307 બોટલ મળી આવી હતી. જેની કિમંત 47 હજાર રૂપિયા થવા જાય છે. બંને નંદુરબારથી દારૂ લઇને ભાવનગર તરફ જઇ રહયાં હતાં. આરોપીઓ નંદુરબારથી કોની પાસેથી દારૂ લાવ્યાં હતાં તેની તપાસ સાગબારા પોલીસે શરૂ કરી છે. આરોપીઓ ભાવનગરમાં દારુનો જથ્થો કોને પહોંચાડવાના હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!